સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રૂપાખેડા વળાંક પાસે આજે બપોરે એક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતને પગલે રિક્ષા રોડની સાઈડમાં ખાડામાં ઉતરી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, આજે બપોરે આશરે ૧૨:૦૦ વાગ્યાની આસપાસ ૧૧૨ જન રક્ષક PCR વાનને આ ઘટના અંગેનો એક ઈમરજન્સી કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ સુખસર પોલીસ સ્ટેશનની ૧૧૨ જન રક્ષક ટીમ સહેજ પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
ત્વરિત કામગીરી: ઘટનાસ્થળે પહોંચીને પોલીસ ટીમે સ્થાનિક લોકોની મદદ લીધી હતી અને ભારે જહેમત બાદ રોડની સાઈડમાં ઉતરી ગયેલી રિક્ષાને સહી-સલામત રીતે બહાર કાઢી હતી.
પોલીસની આ ત્વરિત કામગીરી અને સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી, જેને પગલે સ્થાનિક લોકોએ જન રક્ષક ટીમનો આભાર માન્યો હતો.
રિપોર્ટર યાસીર ગુડાલા દાહોદ
Post Views: 0











