ખત્રી વિદ્યાલય બોડેલી બની પર્યાવરણ રક્ષક ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી

પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીના ભાગરૂપે બોડેલી ગામ સ્થિત ખત્રી વિદ્યાલય ખાતે માનનીય વડાપ્રધાનશ્રીના આહવાનથી પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષા રોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યા સામે લડવા માટે મહત્વનું યોગદાન આપવાનો હતો.

આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણા અધિકારીની કચેરીથી ઉપસ્થિત એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ક્રિષ્ના પાંચાની સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો. સાથે શાળાના આચાર્ય,ટ્રસ્ટી મંડળ,સામાજિક કાર્યકર યાસ્મીનબેન મન્સુરી,આમંત્રિત મહેમાનો હાજર રહી શાળાના વિશાળ પટાંગણમાં લીમડો, વડ,પીપળો,તુલસી,ગુલમહોર જેવા જુદા જુદા ઔષધી અને છાયા વૃક્ષોના રોપાઓ વાવવામાં આવ્યા હતા.

શાળાના વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહપૂર્વક પોતાની માતાના નામે એક એક છોડ રોપ્યો હતો અને માત્ર વૃક્ષ વાવવા પૂરતું નહીં પરંતુ તેનું નિયમિત જતન કરવાની પણ પ્રતિજ્ઞા લીધી હતી. માતા જેમ આપણું પાલનપોષણ કરે છે તેમ પ્રકૃતિ પણ આપણું રક્ષણ કરે છે આ અભિયાન દ્વારા અમે બાળકોને સંસ્કાર અને પર્યાવરણ બંને સાથે જોડાવા પ્રયાસ કર્યો છે.

:કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વાવેલા છોડને પૂર્ણપણે વૃક્ષ ન બને ત્યાં સુધી દત્તક લઈ તેનો નિયમિત જતન અને સંવર્ધન કરવાની પવિત્ર પ્રતિજ્ઞા લીધી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગ્રીન ઈકોકલબના સભ્યો તથા એનએસએસની ટીમ ના સહકાર મળ્યો
કાર્યક્રમમાં શાળાના આચાર્ય યુ.વાય.ટપલા દ્વારા પ્રકૃતિના લાભ પર પ્રકાશ પાડી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અંતે ઉપસ્થિત અધિકારી તથા મહેમાનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

રીપોર્ટર :અંજુમ ખત્રી, છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE