ડીસા ખાતે છેલ્લા 7 વર્ષથી કાર્યરત લોહાણા મહિલા સેવાભાવી સંસ્થાના અગાઉના પ્રમુખ અને તેમની ટીમની મુદ્દત પૂર્ણ થતા આગામી અઢાર માસ માટે નવીન હોદેદારોની વરણી જલારામ મંદિર હોલ ખાતેની મિટિંગમાં સર્વાનુમતે કરવામાં આવી.. આ મિટિંગમાં લોહાણા ઇન્ટરનેશનલ મહિલા મંડળના માર્ગદર્શક આનંદભાઈ ઠક્કર દ્વારા જેમ અગાઉના પ્રમુખ અને તેમની ટીમની જાહેરાત કરવામાં આવી તેવીજ રીતે નવીન ટીમની જાહેરાત કરવામાં આવી જેમાં પ્રમુખ બીનાબેન એ ઠકકર
મંત્રી તન્વીબેન.કે.ઠકકર
ઉપ્રમુખ ફાલ્ગુનીબેન.ડી. ઠકકર
સહ મંત્રી નીરુબેન.વી.ઠકકર
ખજાનચી દક્ષાબેન.એમ.ઠકકર
સહ ખજાનચી હિરલબેન.એચ.ઠક્કર તરીકે વરણી કરાતા હાજર રહેલી તમામ બહેનોએ તાળી પાડી સમંતી આપી દરેક બહેનોને આભિનંદન પાઠવ્યા હતા. અને નવીન ટીમ ના પ્રમુખ બીનાબેન ઠક્કર ગત સાલ કરેલ કાર્ય તેમના મંત્રી પદ દરમ્યાન દરેકે પૂર્વ પ્રમુખ ની ટીમને આપ્યો તેવોજ મને અને મારી ટીમને આપવા જણાવ્યું હતું.અને દરેક બહેનોનો આભાર માન્યો હતો.
Post Views: 30










