લીમખેડા પાસે પોલીસ ચેકિંગમાં મોટો પર્દાફાશ: અર્ટિગા કારમાંથી રૂ. ૨.૫૬ કરોડની બિનહિસાબી રોકડ ઝડપાઈ, ઇન્કમટેક્સ વિભાગ તપાસ કરશે

લીમખેડા ગામની ધાનપુર ચોકડી પાસે રૂટીન ચેકિંગ દરમિયાન પોલીસે એક કારમાંથી કોઈ પણ આધાર-પુરાવા વગરના રૂ. 2.56 કરોડથી વધુની રોકડ રકમ ઝડપાઈ હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે સ્ટેશન ડાયરી એન્ટ્રી કરીને રૂપિયા મામલે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરી છે. આ રૂપિયા દાહોદથી વડોદરા લઈ જવાતા હોવાનું જાણવા મળ્યુ છે.

લીમખેડા પોલીસ સ્ટાફ ધાનપુર ચોકડી પાસે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન દાહોદ તરફથી આવી રહેલી એક અર્ટિગા કાર નંબર GJ 23 CD 7376ને પોલીસે તપાસ અર્થે અટકાવી હતી. કાર ચાલકની પૂછપરછ કરતાં તેનું નામ રાજુભાઈ રામુભાઈ નીનામા રહે. દાહોદ ગોધરા રોડ હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે કારની નોર્મલ તલાશી લેતા તેમાંથી ત્રણ શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા. આથી પોલીસે તાત્કાલિક સ્થાનિક પંચને રૂબરૂ બોલાવી તેમની સમક્ષ પાર્સલ ખોલીને તપાસતા અંદરથી મોટા પ્રમાણમાં ભારતીય ચલણી નોટોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નોટોની ગણતરી કરતા પાર્સલમાંથી કુલ રૂ. 2,56,80,500ની રોકડ રકમ મળી આવી હતી. આટલી મોટી રકમ મળી આવતા પોલીસે ચાલક રાજુભાઈ પાસે આ નાણાં અંગેના કાયદેસરના આધાર-પુરાવા કે દસ્તાવેજો માંગ્યા હતા.

કોઈ પરંતુ ચાલક આ રક્ય અંગે પણ સંતોષકારક જવાબ કે આધાર રજૂ કરી શક્યો ન હતો.

પ્રાથમિક પૂછપરછમાં આ નાણાં ભરેલા પાર્સલ દાહોદના ભરતભાઈ ચોપડા એ વડોદરા પહોંચાડવાનું ચાલક રાજુભાઈ એ પોલીસને જણાવ્યું હતું. સામાન્ય વાહન ચેકિંગ દરમિયાન જ કરોડોની રોકડ મળી આવતા પોલીસે કાયદેસરના પુરાવા ન હોવાના કારણે તમામ રકમ BNSS ની કલમ 35(1),106 મુજબ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી સાથે લીમખેડા ટ્રેઝરીમાં મુદ્દામાલ અર્થે જમા કરાવ્યા હતા. અને આ અંગે

પુરાવા ન મળે તો રકમ જપ્ત, જેલ થઈ શકે

જ્યારે પોલીસ, આઈટી કે સીઆઈડી જેવી એજન્સીઓ આગડિયા પાસેથી આટલી મોટી રકમ પકડે ત્યારે તે નાણાં સીઝ કરી લેવામાં આવે છે. ત્યાર બાદ આંગડિયા પેઢી અને જેના એ નાણાં છે. તે વેપારીને બોલાવીને પૂછપરછ થાય છે. જો વેપારી તેના પાકા બિલ, બેંક સ્ટેટમેન્ટ અને આવકનો કાયદેસરનો રજૂ કરી છે તો પેનલ્ટી ભરીને કે કાયદાકીય પ્રક્રિયા બાદ નાણાં છૂટી શકે છે. પરંતુ જો કોઈ પુરાવો ન મળે તો આખી રકમ જપ્ત થાય છે. અને 100% સુધીનો દંડ અથવા જેલની સજા થઈશકે છે.

પોલીસ સ્ટેશનમાં ડાયરી એન્ટ્ર કરી છે. સાથે જ પોલીસે આ અંગે તાત્કાલિક ઇન્કમટેક્સ વિભાગને પણ સત્તાવાર જાણ કરી દીધી છે.

રિપોર્ટર: યાસીર ગુડાલા, દાહોદ

Leave a Comment

READ MORE

READ MORE