અત્યાર સુધી આપણે સાંભળતા હતા કે વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે..પરંતુ હવે ચિત્ર બદલાઈ ગયું છે..2026 સિલેક્ટ યુએસએ ઇન્વેસ્ટમેન્ટ સમિટ (SelectUSA Investment Summit) માં અમેરિકી દૂતાવાસે એક એવો દાવો કર્યો છે જે દરેક ભારતીયનું ગૌરવ વધારશે.ભારતીય કંપનીઓએ અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી મોટું 20.5 બિલિયન ડોલર (આશરે 1.71 લાખ કરોડ રૂપિયા) નું રોકાણ કર્યું છે.
ચાલો જાણીએ આ ઐતિહાસિક રોકાણની સંપૂર્ણ વિગતો:
ઐતિહાસિક સિદ્ધિ
ભારતીય કંપનીઓએ અમેરિકાની ધરતી પર 1.71 લાખ કરોડ રૂપિયા લગાવીને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે..અમેરિકી દૂતાવાસ મુજબ, ભારતીય ઉદ્યોગ જગત હવે અમેરિકાને વિકાસનું સૌથી મજબૂત કેન્દ્ર માની રહ્યું છે.
ફાર્મા ક્ષેત્રમાં મોટું રોકાણ
કુલ રોકાણનો મોટો હિસ્સો એટલે કે 19.1 અબજ ડોલર માત્ર ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં કરવામાં આવ્યો છે…આ રોકાણ અમેરિકાના રિસર્ચ (R&D) અને દવા ઉત્પાદનને નવી મજબૂતી આપશે.
આ પણ વાંચો…
સ્ટીલ સેક્ટરમાં તેજી
ભારતીય કંપનીઓએ અમેરિકાના સ્ટીલ સેક્ટરમાં 255 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે..આ ભંડોળનો ઉપયોગ અમેરિકાની જૂની ઔદ્યોગિક ક્ષમતાને આધુનિક બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ
ભારતની 12 દિગ્ગજ કંપનીઓ અમેરિકામાં નવા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ શરૂ કરી રહી છે..આ નવા પ્રોજેક્ટ્સના વિસ્તરણ માટે 1.1 અબજ ડોલરનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
અન્ય મહત્વના ક્ષેત્રો
ફાર્મા અને સ્ટીલ ઉપરાંત, ભારતીય કંપનીઓ નીચે મુજબના ક્ષેત્રોમાં પણ ભારે રોકાણ કરી રહી છે:
-
એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Energy)
-
ઇમર્જિંગ ટેકનોલોજી (AI/Quantum Computing)
ભારતીય કંપનીઓ હવે ટેકનોલોજીના મામલે ગ્લોબલ લીડર બનવાની રાહ પર છે.આ રોકાણ માત્ર આર્થિક લેવડ-દેવડ નથી…પરંતુ બંને દેશો વચ્ચે મજબૂત થતા વ્યાપારી સંબંધોનું પ્રતિક છે..ભારતીય કંપનીઓના આ પગલાથી અમેરિકામાં હજારોની સંખ્યામાં નવી રોજગારીની તકો પણ ઊભી થશે.
Post Views: 0











