IPL 2026 હાલમાં તેના સૌથી રોમાંચક તબક્કે છે. પરંતુ રમતની વચ્ચે ફરી એકવાર ફિક્સિંગના કાળા પડછાયાએ ક્રિકેટ જગતની ચિંતા વધારી દીધી છે. BCCIની એન્ટી-કરપ્શન એન્ડ સિક્યોરિટી યુનિટ (ACSU) એ બોર્ડને એક અત્યંત ગુપ્ત અને ચોંકાવનારો રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલીક ટીમોની આસપાસ એવા અજાણ્યા લોકો ફરી રહ્યા છે જેમના પર શંકા છે. IPLના અધ્યક્ષ અરુણ ધૂમલે આ અંગે પુષ્ટિ કરતા જણાવ્યું છે કે આ મામલે બોર્ડ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી અને ટૂંક સમયમાં મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.
રિપોર્ટમાં જે મુખ્ય બાબત સામે આવી છે તે ડગઆઉટ, ટીમ બસ અને ખેલાડીઓની હોટલ જેવી સુરક્ષિત જગ્યાઓ સાથે જોડાયેલી છે. ACSUના નિરીક્ષણ મુજબ, પ્રતિબંધિત વિસ્તારોમાં બિનસત્તાવાર લોકોની અવરજવર વધી ગઈ છે. ખાસ કરીને ખેલાડીઓ સાથે અજાણી મહિલાઓની હાજરીએ સુરક્ષા એજન્સીઓનું ધ્યાન ખેંચ્યું છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ખેલાડીઓને લાલચ આપીને અથવા તેમને ‘બલિના બકરા’ બનાવીને મેચ ફિક્સિંગની જાળ બિછાવવામાં આવી શકે છે. આ જોખમPL 2ને ટાળવા માટે BCCI હવે ખેલાડીઓની ગર્લફ્રેન્ડ્સ અને સાથીદારોને લઈને નવા અને અત્યંત કડક નિયમો લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે.
BCCIના સચિવ દેવજીત સૈકિયાએ આ ગંભીર મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. તેમણે એક નિવેદનમાં સ્વીકાર્યું હતું કે વર્તમાન સીઝન દરમિયાન શિસ્ત અને સુરક્ષાના નિયમોમાં ઘણી ઢીલાશ જોવા મળી છે. સૈકિયાએ ધ્યાન દોર્યું હતું કે કેટલીક ટીમોના માલિકો અને ઉચ્ચ અધિકારીઓ પણ એવી જગ્યાએ ખેલાડીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા છે જ્યાં જવાની તેમને પરવાનગી નથી. આ પ્રકારનું વર્તન પ્રોટોકોલનું સીધું ઉલ્લંઘન છે. જેના કારણે બોર્ડ હવે તમામ ટીમો માટે નવી એડવાઈઝરી જાહેર કરવા જઈ રહ્યું છે.
આગામી દિવસોમાં BCCI તમામ ફ્રેન્ચાઈઝીઓ માટે નવા દિશાનિર્દેશો જારી કરશે, જેનું પાલન કરવું દરેક ખેલાડી અને માલિક માટે ફરજિયાત રહેશે. ટીમ હોટલમાં બહારના લોકોના પ્રવેશ પર કાપ મૂકવામાં આવશે અને ખેલાડીઓની સામાજિક મુલાકાતો પર નજર રાખવામાં આવશે. જો કોઈ પણ ટીમ કે વ્યક્તિ આ નવા નિયમોનું ઉલ્લંઘન કરતી જણાશે, તો IPL કમિટી તેમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી અને કડક પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહી છે.
ટૂંકમાં, IPLની શાખ બચાવવા માટે BCCI હવે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી રહ્યું છે. આ કડક પગલાં પાછળનો હેતુ રમતની ગરિમા અને પારદર્શિતા જાળવી રાખવાનો છે.જેથી ફરી ક્યારેય 2013 જેવો ફિક્સિંગ કાંડ ન સર્જાય. ક્રિકેટ ચાહકો માટે આ સમાચાર આંચકાજનક છે. પરંતુ ટુર્નામેન્ટના ભવિષ્ય માટે આવા કડક નિર્ણયો લેવા અત્યંત અનિવાર્ય બની ગયા છે.
Post Views: 113











