1400 કરોડનું બજેટ પણ કમાણી માત્ર 6 કરોડ! આ છે વિશ્વની સૌથી મોટી FLOP ફિલ્મ; શું તમે જોઈ?

ફિલ્મ જગતમાં સુપરહિટ અને ફ્લોપ ફિલ્મોનો સિલસિલો નવો નથી. ક્યારેક નાના બજેટની ફિલ્મો રેકોર્ડ તોડી નાખે છે. તો ક્યારેક અબજો રૂપિયા ખર્ચવા છતાં ફિલ્મો બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાય છે. આજે આપણે એક એવી ફિલ્મની વાત કરીશું જેણે ઈતિહાસમાં ‘સૌથી મોટી ફ્લોપ’નું બિરુદ મેળવ્યું છે.

બજેટના 1% પણ ન કમાઈ શકી આ ફિલ્મ

આ આઘાતજનક કિસ્સો સાઉદી અરેબિયાની એક ફિલ્મનો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાના કુલ બજેટના 1 ટકા જેટલી કમાણી પણ કરી નથી. હોલીવુડના મોટા સ્ટાર્સ અને પાણીની જેમ પૈસા વહાવવા છતાં આ ફિલ્મ દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી છે.

આ પણ વાંચો..

IPL 2026 પર ફિક્સિંગનું સંકટ? BCCIને મળી સીક્રેટ રિપોર્ટ, ખેલાડીઓની ગર્લફ્રેન્ડ્સ અંગેના નિયમો થશે કડક!

 

શું છે ફિલ્મનું નામ?

અમે જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ‘ડેઝર્ટ વોરિયર’ (Desert Warrior). આ ફિલ્મ પર મેકર્સને એટલો વિશ્વાસ હતો કે તેમણે કલાકારોને ખાસ ટ્રેનિંગ પણ આપી હતી.

  • જાહેરાત: વર્ષ 2021માં MBC સ્ટુડિયો દ્વારા.

  • રિલીઝ ડેટ: 23 એપ્રિલ, 2026.

  • કુલ ખર્ચ (બજેટ): આશરે ₹1400 કરોડ.

  • કુલ કમાણી: માત્ર ₹6.65 કરોડ.

આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે 1400 કરોડના ખર્ચ સામે 7 કરોડની કમાણી પણ ન કરી શકનારી આ ફિલ્મ આર્થિક દૃષ્ટિએ મોટી દુર્ઘટના સાબિત થઈ છે.


મોટી સ્ટારકાસ્ટ પણ ન બચાવી શકી નૈયા

આ ફિલ્મમાં હોલીવુડ અને સાઉદી અરેબિયાના દિગ્ગજ કલાકારો સામેલ હતા:

  • એન્થોની મેકી

  • આયશા હાર્ટ

  • બેન કિંગ્સલે

  • શાર્લ્ટો કોપલે

આટલી પ્રભાવશાળી સ્ટારકાસ્ટ હોવા છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ફસડાઈ પડી હતી.

શું હતી ફિલ્મની વાર્તા?

‘ડેઝર્ટ વોરિયર’માં રાજકુમારી હિંદની વાર્તા દર્શાવવામાં આવી છે. વાર્તા મુજબ, રાજકુમારી એક ક્રૂર શાસકથી બચવા માટે ભાગે છે અને ડાકુઓની મદદ લઈને તે શાસક વિરુદ્ધ યુદ્ધ છેડે છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને ભવ્ય સેટ હોવા છતાં, નબળી પટકથા અથવા અન્ય કારણોસર આ મૂવી વિશ્વની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ તરીકે નોંધાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE