મૂળી તાલુકાનું ધોરણ-12નું પરિણામ જાહેર: અનેક શાળાઓએ 100% પરિણામ સાથે મેદાન માર્યું

ધોરણ-12 (HSC) સામાન્ય પ્રવાહની માર્ચ-2026માં લેવાયેલી પરીક્ષામાં મૂળી તાલુકાની વિવિધ શાળાઓએ ઝળહળતી સફળતા મેળવી છે..તાલુકાની શાળાઓના શ્રેષ્ઠ દેખાવને કારણે સમગ્ર જિલ્લામાં શૈક્ષણિક ગૌરવ વધ્યું છે.

મુખ્ય શાળાઓના પરિણામ પર એક નજર:

1. આરુણી વિદ્યાલય, સરા: 100% પરિણામ સાથે તાલુકામાં પ્રથમ આરુણી વિદ્યાલયે ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરતા 100% પરિણામ મેળવ્યું છે.

  • પ્રથમ: વિનસબેન સોલંકી (PR 99.08, A1 ગ્રેડ)

  • દ્વિતીય: રોહિતભાઈ સાવણા (PR 98.98, A1 ગ્રેડ)

  • તૃતીય: મહાવીરભાઈ મંડાલિક (PR 95.54, A2 ગ્રેડ)

  • કિરણભાઈ ચારણિયા અને અભિષેકભાઈ માલવણીયાએ પણ ઉત્કૃષ્ટ ગુણ મેળવ્યા છે.

2. સરકારી માધ્યમિક શાળા, દાધોળીયા: આર્ટ્સમાં 100% પરિણામ દાધોળીયા શાળાએ ધોરણ-12 આર્ટ્સમાં શત-પ્રતિશત પરિણામ મેળવી ગૌરવપૂર્ણ ઇતિહાસ રચ્યો છે.

  • પ્રથમ: મેવાડા ધવલભાઈ (79.57%)

  • દ્વિતીય: ડુમાણીયા જાલમભાઈ (75%)

  • તૃતીય: ડુમાણીયા વિક્રમભાઈ (74.71%)

3. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, સરલા: 94% પરિણામ સરલાની સરકારી શાળાએ સામાન્ય પ્રવાહમાં 94% પરિણામ સાથે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

  • પ્રથમ: સનતભાઈ ગાળિયા (PR 94.82)

  • દ્વિતીય: ક્રિષ્નાબેન આલ (PR 98.13)

  • તૃતીય: ખમ્માબેન સાંબડ (PR 88.61)

4. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સરા: 93.75% પરિણામ સરાની મુખ્ય શાળાએ પણ સુંદર દેખાવ કરતા ઉંચુ પરિણામ પ્રાપ્ત કર્યું છે.

  • પ્રથમ: ઈમરાન કલાડીયા (77.43%)

  • દ્વિતીય: કોમલબેન નંદેસરીયા (72.71%)

  • તૃતીય: વિપુલભાઈ મોરી (70%)

આ ભવ્ય સફળતા પાછળ વિદ્યાર્થીઓની અથાક મહેનત, આચાર્યશ્રીઓ તથા શિક્ષકગણનું યોગ્ય માર્ગદર્શન અને વાલીઓનો સહકાર મુખ્ય કારણભૂત રહ્યો છે. શ્રેષ્ઠ પરિણામ બદલ ગ્રામજનો અને શાળા પરિવારોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. તમામ સફળ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE