ક્રિકેટના મેદાનમાં ફરી જામશે ભારત vs પાકિસ્તાનનો જંગ, નોંધી લેજો મેચની તારીખ અને સમય

ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર મેદાન પર ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. જોકે આ મેચને હજુ થોડો સમય બાકી છે..પરંતુ જ્યારે પણ ક્રિકેટના મેદાન પર આ બે કટ્ટર હરીફો આમને-સામને હોય છે ત્યારે રોમાંચ તેની ચરમસીમાએ હોય છે…આ વખતે આ હાઈ-વોલ્ટેજ મુકાબલો T20 મહિલા વિશ્વ કપ 2026 દરમિયાન જોવા મળશે…આ મેચ તમારી જોવાની રહી ન જાય તે માટે અત્યારથી જ તારીખ અને સમય નોંધી લેજો.

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ભારત-પાક મુકાબલો

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026નો પ્રારંભ 12 જૂનથી થવા જઈ રહ્યો છે. ટુર્નામેન્ટના પ્રથમ દિવસે ઇંગ્લેન્ડ અને શ્રીલંકાની ટીમો આમને-સામને ટકરાશે. ભારતીય મહિલા ટીમની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 14 જૂનના રોજ રમશે.આ દિવસે ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે મેચ રમાશે.14 જૂને જ પહેલા બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ વચ્ચે ટક્કર થશે..ત્યારબાદ સાંજે 7:00 કલાકે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શરૂ થશે.તે દિવસે રવિવાર હોવાથી રજાનો આનંદ પણ બમણો થશે.

ભારતીય મહિલા ટીમનું સંપૂર્ણ શેડ્યૂલ

પાકિસ્તાન સામેની મેચ બાદ ભારતીય ટીમનું આગળનું સમયપત્રક આ મુજબ છે:

  • 17 જૂન: ભારત vs નેધરલેન્ડ્સ

  • 21 જૂન: ભારત vs સાઉથ આફ્રિકા

  • 25 જૂન: ભારત vs બાંગ્લાદેશ

  • 28 જૂન: ભારત vs ઓસ્ટ્રેલિયા (છેલ્લી લીગ મેચ)

ભારતીય મહિલા ટીમે અત્યાર સુધી એક પણ વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો નથી. આ સંજોગોમાં એ જોવું રસપ્રદ રહેશે કે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયા કેવું પ્રદર્શન કરે છે અને શું આગલા રાઉન્ડમાં જગ્યા બનાવી શકે છે.

હરમનપ્રીત કૌરના હાથમાં ટીમની કમાન

આગામી વિશ્વ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. હરમનપ્રીત કૌરને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપાઈ છે, જ્યારે સ્મૃતિ મંધાના વાઈસ કેપ્ટન તરીકે રહેશે. ટીમમાં અનુભવી ખેલાડીઓની સાથે કેટલાક યુવા અને નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

ટીમ ઈન્ડિયાનું સ્ક્વોડ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, શ્રેયંકા પાટિલ, ભારતી ફુલમાલી, યસ્તિકા ભાટિયા, નંદિની શર્મા, રાધા યાદવ.

Leave a Comment

READ MORE

READ MORE