બંગાળમાં પ્રથમ વખત બનવા જઈ રહી છે ભાજપ સરકાર: પાર્ટી હેડક્વાર્ટર પર જશ્ન શરૂ, સાંજે 6:30 વાગ્યે PM મોદી પહોંચશે

આજે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ જશે. અત્યાર સુધીના વલણોમાં પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપને શાનદાર જીત મળતી દેખાઈ રહી છે. ભાજપના આ પ્રદર્શનને જોતા દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટર ખાતે ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આજે સાંજે 6:30 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલય જશે. ચૂંટણી પરિણામો બાદ PM મોદી માત્ર જીતની ઉજવણી જ નહીં કરે, પરંતુ કાર્યકરોને સંબોધિત પણ કરશે.

બંગાળના વલણોમાં ભાજપ 169 બેઠકો પર આગળ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરીના વલણો અનુસાર, ભાજપ 169 બેઠકો પર આગળ છે..જ્યારે TMC 91 બેઠકો પર સરસાઈ જાળવી રહી છે. આ વલણો રાજ્યના રાજકીય ચિત્રને બદલી શકે તેવા સંભવિત પરિણામો તરફ સંકેત આપી રહ્યા છે. શરૂઆતી આંકડાઓ ભૌગોલિક રીતે વહેંચાયેલા જનાદેશના સંકેત આપે છે. ભાજપ સરહદી, આદિવાસી અને ઔદ્યોગિક વિસ્તારોમાં આગળ વધી રહ્યો છે..જ્યારે તૃણમૂલ કોંગ્રેસ કોલકાતાના કેટલાક ભાગો અને ગ્રામીણ ગઢોમાં પોતાની પકડ જાળવી રાખવા પ્રયત્નશીલ છે.

આ ચૂંટણીને મમતા બેનર્જી માટે સતત ચોથી વખત સત્તામાં આવવાના પ્રયાસની મોટી કસોટી તરીકે જોવામાં આવી રહી છે. બીજી તરફ, આક્રમક પ્રચાર કરનાર ભાજપ 2021માં મળેલી સરસાઈને નિર્ણાયક સફળતામાં બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ભવાનીપુર બેઠક પર રસાકસી

ભવાનીપુર બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે..મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી મતગણતરીના બીજા રાઉન્ડ બાદ દક્ષિણ કોલકાતાની આ બેઠક પર ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીથી પાછળ હતા..પરંતુ ત્રીજા રાઉન્ડમાં તેઓ 8,482 મતોથી આગળ નીકળી ગયા છે… ભવાનીપુરનો આ મુકાબલો પ્રતિષ્ઠાની લડાઈ તરીકે જોવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE