ચીનની ચેતવણી સામે પાકિસ્તાન નમ્યું…ગધેડાના માંસની નિકાસને આપી મંજૂરી; શહબાઝ શરીફે હસ્તક્ષેપ કરવો પડ્યો

પાકિસ્તાને ચીનને ગધેડાના માંસ (Donkey Meat) ની નિકાસ માટે મંજૂરી આપી દીધી છે..એક ચીની કંપનીએ પોતાનું કામકાજ બંધ કરવાની ચેતવણી આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે…પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે વડાપ્રધાન કાર્યાલયને તાત્કાલિક આ બાબતમાં દખલગીરી કરવી પડી હતી…આ સમગ્ર વિવાદ ગ્વાદરમાં કાર્યરત હાનગેંગ ટ્રેડ કંપની સાથે જોડાયેલો છે.

નિકાસની મંજૂરીમાં થઈ રહ્યો હતો વિલંબ

ગ્વાદર એક એવું બંદર શહેર છે જે ચીન સમર્થિત પરિયોજનાઓનું મુખ્ય કેન્દ્ર છે…અહીં નિકાસની મંજૂરી મેળવવામાં મહિનાઓનો વિલંબ થઈ રહ્યો હતો. આ વિલંબે પાકિસ્તાનમાં વિદેશી રોકાણવાળી યોજનાઓમાં નડતરરૂપ બનતી અમલદારશાહી (Bureaucracy) ની અડચણો પર સવાલો ઉભા કર્યા છે.

આ મહિનાના અંતમાં શહબાઝ ચીન જશે

પાકિસ્તાન સરકારનો આ નિર્ણય વડાપ્રધાન શહબાઝ શરીફની આગામી ચીન મુલાકાત પહેલા આવ્યો છે…તેઓ આ મહિનાના અંતમાં એક ઇન્વેસ્ટમેન્ટ ફોરમની બેઠકમાં ભાગ લેવા ચીન જવાના છે.’હાનગેંગ ટ્રેડ કંપની’ પાકિસ્તાનમાં એક કતલખાનું ચલાવે છે અને ત્યાંથી ગધેડાનું માંસ તથા ચામડું ચીન નિકાસ કરે છે.

જાણો ચીનમાં ગધેડાના માંસનો શું ઉપયોગ થાય છે?

ચીનમાં ગધેડાના માંસ અને ચામડાનો ઉપયોગ પરંપરાગત દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે..આ દવાઓ સામાન્ય રીતે લોહી વધારવા અને ત્વચા સંબંધિત સમસ્યાઓના ઈલાજ માટે વેચાય છે.

સરકારી અંદાજ મુજબ, પાકિસ્તાન દર વર્ષે માંસ અને ચામડા માટે ચીનને આશરે 2,16,000 ગધેડા નિકાસ કરે છે..આ વ્યવસાય દ્વારા પાકિસ્તાનને વાર્ષિક આશરે 30 કરોડ અમેરિકી ડોલરની આવક (રાજસ્વ) મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE