પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવવા માટે કેટલી બેઠકોની જરૂર છે? અહીં જાણો બહુમતીનો આંકડો

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થવા જઈ રહ્યા છે..તમને જણાવી દઈએ કે, રાજ્યની 294 વિધાનસભા બેઠકોમાંથી આજે 293 બેઠકો પર મતગણતરી હાથ ધરાશે.રાજ્યની ‘ફલતા’ વિધાનસભા બેઠક પર 21 મેના રોજ ફરીથી મતદાન થશે..અને 24 મેના રોજ તેનું પરિણામ આવશે.

બંગાળમાં મતગણતરીની પ્રક્રિયા 25 જિલ્લાના 77 કેન્દ્રો પર કરવામાં આવશે. આ માટે 533 ઓબ્ઝર્વર્સ (નિરીક્ષકો)ની નિમણૂક પણ કરવામાં આવી છે. રાજ્યના તમામ 77 ગણતરી કેન્દ્રો પર સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે…સૌથી પહેલા પોસ્ટલ બેલેટ અને ત્યારબાદ EVM મતોની ગણતરી કરવામાં આવશે.ચૂંટણીના અંતિમ પરિણામો આવે તે પહેલાં ચાલો જાણીએ કે બંગાળમાં બહુમતી માટે કેટલી બેઠકો જરૂરી છે.

બહુમતી માટે કેટલી બેઠકો જરૂરી?

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં કુલ 294 બેઠકો છે. આથી,..રાજ્યમાં બહુમતી મેળવવા માટેનો જાદુઈ આંકડો 148 બેઠકોનો છે.

તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી:

  • પ્રથમ તબક્કો: 23 એપ્રિલના રોજ 152 બેઠકો પર મતદાન થયું હતું.

  • બીજો તબક્કો: 29 એપ્રિલના રોજ 142 બેઠકો પર મતદાન થયું હતું.

જોકે, ફલતા બેઠક પર હવે 21 મેના રોજ મતદાન થશે અને 24 મેના રોજ પરિણામ આવશે…29 એપ્રિલના રોજ થયેલા મતદાન દરમિયાન અહીં ગંભીર ગેરરીતિઓના આક્ષેપો થયા હતા…આથી..હાલમાં 293 બેઠકો પર ચૂંટણીના પરિણામો જાહેર થશે.

એજન્ટોને QR બેઝ્ડ આઈ-કાર્ડ અપાયા

પશ્ચિમ બંગાળમાં મતગણતરી માટે સુરક્ષાનો કડક બંદોબસ્ત છે. 77 ગણતરી કેન્દ્રોમાં કુલ 459 હોલ બનાવવામાં આવ્યા છે..જ્યાં મતોની ગણતરી થશે. પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલે માહિતી આપી છે કે,તમામ એજન્ટોને QR કોડ આધારિત આઈ-કાર્ડ આપવામાં આવ્યા છે..અને તેના આધારે જ તેમને પ્રવેશ મળશે…તેમણે વધુમાં જણાવ્યું કે, શાંતિપૂર્ણ રીતે મતગણતરી થાય તે માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE