છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ગામે માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી હતી..જેમાં લૂંટના ઈરાદે એક વૃદ્ધાની હત્યા કરવામાં આવી હતી..આ ચકચારી કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને ઝડપી પાડી.. આજે ઘટનાસ્થળે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
ગઢ બોરિયાદ ગામે રહેતા એક વૃદ્ધાને નિશાન બનાવી આરોપીઓએ લૂંટનો પ્લાન ઘડ્યો હતો…ચાંદીના કડલા કાઢવા માટે નિર્દયી આરોપીઓએ વૃદ્ધાના પગ કાપી નાખ્યા હતા અને ત્યારબાદ તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને આરોપીઓને પકડવા માટે લોક માંગ ઉઠી હતી.
જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ નસવાડી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બે આરોપીઓ 1.રણજીતભાઈ ઉર્ફે રંગો વિનુભાઈ ભીલ
2.બીપીનભાઇ ઉર્ફે વિકો કચરાભાઈ ભીલની ધરપકડ કરી છે. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને, કાયદેસરની પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયાના ભાગરૂપે આરોપીઓને ગઢ બોરિયાદ ગામે લઈ જવામાં આવ્યા હતા.
પોલીસ કાફલા સાથે આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા જ્યાં તેમણે આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો હતો…આરોપીઓએ કઈ રીતે હુમલો કર્યો અને કઈ રીતે ફરાર થયા તેનું સંપૂર્ણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
જ્યારે પોલીસ આરોપીઓને લઈને ગામમાં પહોંચી ત્યારે ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા…લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો..પરંતુ પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખીને શાંતિપૂર્ણ રીતે તપાસની પ્રક્રિયા પૂર્ણ કરી હતી…પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલા ઘરેણાં અને ગુનામાં વપરાયેલા હથિયારો રિકવર કરવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે…નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ગામે આરોપીને લઈને પહોચતા ગ્રામજનોએ પોલીને ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
Post Views: 33










