કાળઝાળ મોંઘવારીમાં જરૂરિયાતમંદ પરિવારો વહારે આવી સંસ્થા; ધારાસભ્ય અને પૂર્વ મંત્રીઓ સહિત અનેક દાતાઓએ નોંધાવી ઉમદા ભાગીદારી
શૈક્ષણિક અને સામાજિક ઉત્થાનના ક્ષેત્રે કાર્યરત ‘ઈકો યુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસ ઇનિશિયેટીવ ચેરિટેબલ ટ્રસ્ટ, છોટાઉદેપુર’ દ્વારા આગામી ૧૦ મે ૨૦૨૬ ના રોજ કદવાલ તાલુકાના ચૂલી મુકામે દ્વિતીય સમુહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.ગયા વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ સહિયારા પ્રયાસોથી આ ભગીરથ કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે.
મોંઘવારીના યુગમાં આર્થિક ટેકો
હાલના સમયમાં વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે લગ્નનો ખર્ચ ઉઠાવવો અત્યંત કઠિન બન્યો છે. આવા સમયે, ઈકો યુનિટી સંસ્થા એક સ્વજનની માફક જરૂરિયાતમંદ પરિવારોની મદદે આવી છે. આ વર્ષે ખાસ કરીને એવા ૫ જોડાઓ માટે આયોજન કરાયું છે જેમના માતા-પિતાની છત્રછાયા ન હોય અથવા આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોય.
દાતાઓ દ્વારા વરસી રહ્યો છે સહયોગનો ધોધ
આ સામાજિક કાર્યમાં સમાજના દરેક વર્ગના લોકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. અત્યાર સુધી પ્રાપ્ત થયેલ મુખ્ય સહયોગની વિગતો નીચે મુજબ છે:
-
શ્રી જયંતીભાઈ રાઠવા (ધારાસભ્ય, પાવીજેતપુર): ₹૫૦,૦૦૦/- ની સહાય.
-
શ્રી નારણભાઈ રાઠવા (પૂર્વ રેલ રાજ્યમંત્રી): ₹૨૧,૦૦૧/- નો ફાળો.
-
શ્રી જાવેદ અબ્દુલ રઝાક ખોટા: ₹૨૧,૦૦૦/- ની સહાય.
-
શ્રી સુખરામભાઈ રાઠવા (પૂર્વ ધારાસભ્ય): ₹૧૬,૦૦૦/- નો ફાળો.
-
ગૌતમભાઈ રાઠવા (ગણેશ ટ્રાવેલ્સ): ₹૧૧,૧૧૧/- નો સહયોગ.
-
વરશનભાઈ રાઠવા અને ITI ગોધરા સ્ટાફ: ₹૫,૬૨૫/- ની સહાય.
-
પરેશભાઈ નરસિંહભાઈ રાઠવા (વજેપુર): ₹૫,૦૦૦/- નો ફાળો.
વસ્તુરૂપે મળેલ ભેટ-સોગાદો:
આર્થિક મદદ ઉપરાંત અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓએ નવદંપતીઓના ઘરવપરાશ માટેની ચીજવસ્તુઓ પણ અર્પણ કરી છે:
-
MJR ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.: દરેક જોડાને તિજોરી.
-
ઓરસંગ હોસ્પિટલ, છોટાઉદેપુર: દરેક જોડાને ૨-૨ ખુરશી.
-
પલ્ક એકેડેમી સુરત (વૈભવ): તમામ જોડા માટે ડિનર સેટ.
-
વિનુભાઈ રાઠવા (ભોરદલી): ૨ કટ્ટા ચોખા અને ૨ કટ્ટા ખાંડ.
-
સુખરામભાઈ રાઠવા (જિલ્લા પંચાયત સદસ્ય): ૨ કટ્ટા ઘઉં.
ગયા વર્ષે સંસ્થા દ્વારા ૧૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ વર્ષે પણ પાંચ જોડાઓ લગ્નજીવનના તાંતણે બંધાશે. સંસ્થાના આ સરાહનીય કાર્યને ચારેતરફથી બિરદાવવામાં આવી રહ્યું છે.
રિપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર
Post Views: 33















