છોટાઉદેપુર: બોડેલીમાં ગરમીનો કહેર, હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો

એપ્રિલના અંત અને મે મહિનાની શરૂઆત સાથે જ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં પણ પારો 40 થી 43 ડિગ્રી સુધી પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે…અસહ્ય લૂ અને અંગ દઝાડતી ગરમીને કારણે બપોરના સમયે રસ્તાઓ પર સ્વયંભૂ સંનાટો જોવા મળી રહ્યો છે..જેના લીધે રોજગાર મેળવી ગુજરાન ચલાવતા શ્રમિકો અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે.

છોટાઉદેપુર: ઈક્કો ગાડીના હપ્તા ભરવા વૃદ્ધાની નિર્મમ હત્યા, પગના પંજા કાપી ચાંદીના કડલાની લૂંટનો ભેદ ઉકેલાયો

હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ: 5 દિવસમાં 30 થી વધુ કેસ

ગરમીનો પારો ઉંચકાતા જ બોડેલીની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઝાડા-ઉલ્ટી અને ડીહાઈડ્રેશનના દર્દીઓનો ધસારો વધ્યો છે..બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે છેલ્લા પાંચ દિવસમાં હીટસ્ટ્રોકના આંકડા ચિંતાજનક છે:

  • 27 એપ્રિલ: 08 દર્દીઓ

  • 28 એપ્રિલ: 04 દર્દીઓ

  • 29 એપ્રિલ: 05 દર્દીઓ

  • 30 એપ્રિલ: 10 દર્દીઓ

  • 01 મે: 05 દર્દીઓ

તમામ દર્દીઓને હીટસ્ટ્રોકની અસર થતા હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગની એડવાઈઝરી: શું કરવું અને શું ટાળવું?

વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને બોડેલી CHC ના વડા દ્વારા જાહેર જનતા માટે વિશેષ માર્ગદર્શિકા (એડવાઈઝરી) બહાર પાડવામાં આવી છે:

શું કરવું જોઈએ?

  • ખૂબ જ જરૂરી કામ હોય તો જ તાપમાં બહાર નીકળવું.

  • બહાર નીકળતી વખતે મોઢા પર ભીનું કે સુતરાઉ કપડું બાંધવું.

  • શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા વારંવાર પાણી અને ORS પીતા રહેવું.

  • ગર્ભવતી મહિલાઓએ ખાસ કાળજી રાખવી અને લીંબુ શરબત કે કેરીના પન્ના જેવા પીણાં લેવા.

શું ટાળવું જોઈએ?

  • કાર્બોનેટેડ સોડા કે ઠંડા પીણા (Cold drinks) પીવાનું ટાળવું.

  • વધારે પડતો મસાલેદાર ખોરાક ન ખાવો.

  • ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓએ ખાન-પાનમાં ખાસ સંયમ રાખવો.

રિપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE