ઉત્તર પ્રદેશના વિકાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. મેરઠથી પ્રયાગરાજ સુધીનો 594 કિલોમીટર લાંબો ‘ગંગા એક્સપ્રેસવે’ હવે સંપૂર્ણપણે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29 એપ્રિલ 2026 ના રોજ હરદોઈ ખાતેથી આ હાઈટેક એક્સપ્રેસવેનું ભવ્ય ઉદઘાટન કરશે. આ એક્સપ્રેસવેની શરૂઆત સાથે જ પશ્ચિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશ વચ્ચેનું અંતર હવે માત્ર કલાકોમાં સિમિત થઈ જશે.
દરેક કિલોમીટરે AI કેમેરાનું સુરક્ષા કવચ
ગંગા એક્સપ્રેસવે પર સુરક્ષા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક્સપ્રેસવેના દરેક કિલોમીટર પર AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) જનરેટેડ હાઈટેક કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા માત્ર વાહનોની ગતિ પર નજર જ નહીં રાખે, પરંતુ વાહનનો નંબર અને સંપૂર્ણ ડેટા સ્ટોર કરશે. જો કોઈ વાહન નિયમનું ઉલ્લંઘન કરશે.અકસ્માત થશે કે કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાશે, તો તરત જ કંટ્રોલ રૂમને એલર્ટ પહોંચી જશે.
‘નો સ્ટોપ‘ ટોલિંગ: જામમાંથી મુક્તિ
મુસાફરોનો સમય બચાવવા માટે અહીં ‘નો સ્ટોપ ટોલ કલેક્શન સિસ્ટમ‘ લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ, વાહનોએ ટોલ પ્લાઝા પર ઉભા રહેવાની જરૂર નહીં પડે.સેન્સર અને AI કેમેરાની મદદથી વાહન પસાર થતાની સાથે જ સેકન્ડોમાં ટોલ કપાઈ જશે. આ વ્યવસ્થાથી મુસાફરી વધુ ઝડપી અને અવરોધ વિનાની બનશે.
ઝપકી આવશે તો સફેદ પટ્ટી જગાડશે
એક્સપ્રેસવે પર અકસ્માતો રોકવા માટે એક અનોખી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રસ્તાની બંને બાજુએ વિશેષ હાઈટેક સફેદ પટ્ટીઓ બનાવવામાં આવી છે.જો ચાલકને ઝપકી આવે અને વાહન રસ્તાની નીચે ઉતરવા લાગે, તો જેવું પૈડું આ પટ્ટી પર ચઢશે કે તરત જ ગાડીમાં જોરદાર કંપન (Vibration) થશે. આ કંપનથી ચાલક તરત જ સતર્ક થઈ જશે, જેનાથી ઊંઘના કારણે થતા મોટા અકસ્માતો અટકાવી શકાશે.
120 કિમીની ઝડપે દોડશે વાહનો
આ એક્સપ્રેસવે પર વાહનો માટે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નક્કી કરવામાં આવી છે. અગાઉ મેરઠથી પ્રયાગરાજ પહોંચતા જે 12 કલાકનો સમય લાગતો હતો.તે હવે ઘટીને માત્ર 5 થી 6 કલાક થઈ જશે. આનાથી ઈંધણ અને સમય બંનેની મોટી બચત થશે.
ગંગા એક્સપ્રેસવે: એક નજરે
-
ઉદઘાટન તારીખ: 29 એપ્રિલ, 2026
-
સ્થળ: હરદોઈ (PM મોદીના હસ્તે)
-
કુલ લંબાઈ: 594 કિલોમીટર
-
ઝડપ મર્યાદા: 120 કિમી/કલાક
-
ટેકનોલોજી: AI કેમેરા, સ્માર્ટ રંબલ સ્ટ્રિપ્સ, ઓટોમેટિક ટોલ
Post Views: 58











