રાજદ્વારી ખેંચતાણ: ઈરાનના વિદેશ મંત્રી પાકિસ્તાન પહોંચ્યા, પણ અમેરિકી દૂતો સાથે વાત કરવાનો કર્યો સાફ ઈનકાર.

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તા ફરી શરૂ થવાના સંકેતો વચ્ચે નવો વળાંક આવ્યો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી ગુરુવારે મોડી રાત્રે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ઇસ્લામાબાદ પહોંચ્યા છે. જોકે, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ત્યાં આવેલા અમેરિકી પ્રતિનિધિમંડળ સાથે કોઈ સીધી મુલાકાત કરશે નહીં.

અમેરિકાનો શાંતિ પ્રયાસ અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂધ સ્ટીવ વિટકોફ અને તેમના જમાઈ જેરેડ કુશનર શનિવારે પાકિસ્તાન જઈ રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી સાથે મુલાકાત કરી શાંતિ વાર્તા આગળ ધપાવવાનો હતો.

ઈરાનનો ઈનકાર અને પાકિસ્તાનની ભૂમિકા બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બગાઈએ સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે, “ઈરાન અને અમેરિકા વચ્ચે આવી કોઈ બેઠકની યોજના નથી.” ઈરાન માત્ર યુદ્ધ સમાપ્ત કરવા અંગેના પોતાના વિચારો અને શરતો પાકિસ્તાની નેતાઓને સોંપશે.આ મુલાકાત પાકિસ્તાની આર્મી ચીફ જનરલ આસિમ મુનીરની તેહરાન મુલાકાતના જવાબમાં યોજવામાં આવી રહી છે.

ઈરાનના વિશ્લેષક સઈદ મોહમ્મદ મરાંડીએ પણ દાવો કર્યો છે કે, અરાઘચી ટ્રમ્પ સરકાર સાથે સીધી વાતચીત કરવાના બદલે માત્ર પાકિસ્તાન પક્ષને ઈરાનનો દૃષ્ટિકોણ સમજાવશે.

શાંતિ વાર્તા પર સંકટ ઈરાનના આ કડક વલણને કારણે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી દ્વારા શાંતિ સ્થાપવાના પ્રયાસો પર ફરી એકવાર સંકટના વાદળો છવાયા હોય તેવું લાગી રહ્યું છે.ઈરાને આ યુદ્ધને ‘અમેરિકા દ્વારા થોપવામાં આવેલું આક્રમક યુદ્ધ’ ગણાવ્યું છે અને પ્રાદેશિક શાંતિ માટે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા સદભાવના પ્રયાસોના ભાગરૂપે જ આ બેઠકમાં ભાગ લેશે તેમ જણાવ્યું છે.

2026માં યુદ્ધની નવી શરૂઆત અને નુકશાન:

  • શરૂઆતની તારીખ: વર્ષ 2026માં તણાવ વધ્યા બાદ 15 જાન્યુઆતી 2026 થી ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ફરીથી મોટા પાયે હવાઈ હુમલાઓ શરૂ થયા હતા.

  • તાજેતરનો મોટો હુમલો: ફેબ્રુઆરી અને માર્ચ 2026 દરમિયાન બંને દેશોએ એકબીજાના સૈન્ય અને તેલ મથકોને નિશાન બનાવ્યા હતા.

  • જાનહાનિ (2026માં): વર્ષ 2026 ના આ ચાર મહિનામાં જ અંદાજે 5,000 થી વધુ લોકોએ (સૈનિકો અને નાગરિકો મળીને) જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. જો શરૂઆતથી અત્યાર સુધીનો કુલ આંકડો જોઈએ તો તે 50,000 ને પાર કરી ગયો છે.

  • આર્થિક નુકશાન: માત્ર આ વર્ષે જ વૈશ્વિક અર્થતંત્રને અંદાજે 80 અબજ ડોલર થી વધુનું નુકશાન થયું હોવાનો અંદાજ છે, કારણ કે તેલના પુરવઠા પર મોટી અસર પડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE