ચોથા દિવસે અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ની રફ્તાર ધીમી પડી, જાણો કેટલી રહી કમાણી?

અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ફિલ્મ ‘ભૂત બંગલા’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. 16 એપ્રિલના પ્રીવ્યૂ ડે પર જ ફિલ્મ હાઉસફુલ રહી હતી.. અને 17 એપ્રિલે રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. પ્રિયદર્શનની ફિલ્મોની ખાસિયત એ છે કે, તેમાં હોરર સાથે કોમેડીનો જબરદસ્ત તડકો હોય છે અને ‘ભૂત બંગલા’માં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. બોક્સ ઓફિસ પર ફિલ્મના પ્રદર્શનની વાત કરીએ તો, આ ફિલ્મ સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. પ્રથમ ત્રણ દિવસમાં જબરદસ્ત કલેક્શન કર્યા બાદ હવે પ્રથમ સોમવાર એટલે કે ચોથા દિવસની કમાણીના આંકડા પણ સામે આવ્યા છે. તો ચાલો જાણીએ, ‘ભૂત બંગલા’એ સોમવારે કેટલું કલેક્શન કર્યું.

‘ભૂત બંગલા’એ ચોથા દિવસે કેટલી કલેક્શન કર્યું?

‘ભૂત બંગલા’ને લઈને દર્શકોમાં પહેલા દિવસથી જ ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડી હોવાને કારણે દર્શકોને મોટી આશા હતી..જે રિલીઝ બાદ પૂરી થતી પણ દેખાઈ રહી છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર ‘સેકનિલ્ક’ (Sacnilk) અનુસાર, ભૂત બંગલાએ ચોથા દિવસે એટલે કે પ્રથમ સોમવારે 6.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે.આ સાથે ભારતમાં ફિલ્મની નેટ કમાણી 64.75 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે.પ્રિયદર્શનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ વિશ્વભરમાં 100 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે..પરંતુ વર્કિંગ ડે (સોમવાર) જોતા આ આંકડો પણ સન્માનજનક માનવામાં આવે છે.

ભૂત બંગલાની દિવસ મુજબ કમાણી:

  • દિવસ 0 (પેઇડ પ્રીવ્યૂ): 3.75 કરોડ રૂપિયા

  • દિવસ ૧: 12.25 કરોડ રૂપિયા

  • દિવસ ૨: 19 કરોડ રૂપિયા

  • દિવસ ૩: 23 કરોડ રૂપિયા

  • દિવસ ૪: 6.75 કરોડ રૂપિયા

  • કુલ: 64.75 કરોડ રૂપિયા

14 વર્ષ પછી અક્ષય કુમાર અને પ્રિયદર્શન સાથે

‘ભૂત બંગલા’ને લઈને લોકોમાં ઉત્સાહનું મુખ્ય કારણ અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડી છે, જે 14 વર્ષ પછી એકસાથે આવી છે. આ જોડીએ ભૂતકાળમાં ઘણી લોકપ્રિય કોમેડી ફિલ્મો આપી છે. આ ફિલ્મ બાલાજી મોશન પિક્ચર્સ અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સના સહયોગથી રજૂ કરવામાં આવી છે. તેનું નિર્માણ અક્ષય કુમાર, શોભા કપૂર અને એકતા આર. કપૂરે કર્યું છે.

ભૂત બંગલાની સ્ટાર કાસ્ટ

‘ભૂત બંગલા’માં અક્ષય કુમારની સાથે વામિકા ગબ્બી, પરેશ રાવલ, અસરાની, તબ્બુ અને રાજપાલ યાદવ જેવા દિગ્ગજ કલાકારો છે. આ ફિલ્મ 17 એપ્રિલ, ૨૦૨૬ના રોજ રિલીઝ થઈ હતી. ‘ભૂત બંગલા’ પછી અક્ષય કુમાર ‘હૈવાન’, ‘ગોલમાલ ૫’ અને ‘વેલકમ ટુ ધ જંગલ’માં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE