આયુષ્માનની નવી ફિલ્મનું ટીઝર અને ‘ધુરંધર 2’નો બોક્સ ઓફિસ પર દબદબો

મનોરંજન જગતમાં અત્યારે ફિલ્મોની જાહેરાત અને બોક્સ ઓફિસના આંકડાઓને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ ‘પતિ, પત્ની ઓર વો દો’નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.જેમાં તે સારા અલી ખાન, વામિકા ગબ્બી અને રકુલ પ્રીત સિંહ સાથે રોમાન્સ કરતો જોવા મળશે. આ ફિલ્મ 15 મે, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. બીજી તરફ, પૌરાણિક કથાઓ પર આધારિત ‘મહાવતાર સિનેમેટિક યુનિવર્સ’ની બીજી કડી તરીકે ‘મહાવતાર પરશુરામ’નો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. ભગવાન વિષ્ણુના સાત અવતારો પર આધારિત આ સીરીઝની આ ફિલ્મ હોમ્બલે ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે અને તેનું નિર્દેશન અશ્વિન કુમાર કરી રહ્યા છે, જે ડિસેમ્બર 2027માં મોટા પડદે દસ્તક આપશે.

બોક્સ ઓફિસ પર પણ ભારતીય ફિલ્મો નવો ઇતિહાસ રચી રહી છે. ફિલ્મ ધુરંધર 2′ એ તેના રિલીઝના 32મા દિવસે પણ મજબૂત પકડ જાળવી રાખી છે અને ગઈકાલે આશરે ₹4.60 કરોડથી ₹5.20 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. અત્યાર સુધીમાં આ ફિલ્મે ભારતમાં કુલ ₹1115.67 કરોડનું નેટ કલેક્શન અને ₹1334.73 કરોડનું ગ્રોસ કલેક્શન મેળવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ₹419 કરોડની કમાણી સાથે ફિલ્મનું વર્લ્ડવાઈડ કુલ કલેક્શન ₹1749.01 કરોડ પર પહોંચ્યું છે. આ શાનદાર દેખાવ સાથે ‘ધુરંધર 2’ હવે ‘પુષ્પા 2’ ને પાછળ છોડીને ‘દંગલ’ અને ‘બાહુબલી 2’ પછી વિશ્વભરમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE