GT vs KKR: હોમ ગ્રાઉન્ડ પર ગુજરાતનો ‘ટાઇટન્સ’ વિજય, શુભમન ગિલ અને રબાડાએ કોલકાતાને ધૂળ ચટાડી

આઈપીએલ 2026ની 25મી મેચમાં ગુજરાત ટાઇટન્સે શાનદાર વાપસી કરતા કોલકાતા નાઇટ રાઇડર્સને 5 વિકેટે પરાજય આપ્યો છે.અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં ગુજરાતના બોલરોએ તરખાટ મચાવ્યા બાદ કેપ્ટન શુભમન ગિલે બેટિંગમાં જાદુ બતાવ્યો હતો.

મેચની મુખ્ય હાઇલાઇટ્સ:

  • ગિલની કેપ્ટન ઇનિંગ: શુભમન ગિલે માત્ર 50 બોલમાં 86 રનની તોફાની ઇનિંગ રમી જીત આસાન બનાવી દીધી.

  • રબાડાની રફ્તાર: કગિસો રબાડાએ 4 ઓવરમાં 29 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી કેકેઆરની કમર તોડી નાખી હતી.

  • કેમરૂન ગ્રીનની લડત: KKR તરફથી કેમરૂન ગ્રીને સૌથી વધુ 79 રન (55 બોલ) બનાવ્યા, પરંતુ અન્ય બેટ્સમેનો સાથ આપી શક્યા નહીં.

કેકેઆરની બેટિંગ: શરૂઆત નબળી, મધ્યક્રમ નિષ્ફળ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની શરૂઆત આઘાતજનક રહી હતી. અજિંક્ય રહાણે શૂન્ય રને આઉટ થયો હતો. કેમરૂન ગ્રીને 7 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 79 રન બનાવી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. અંતિમ ઓવરોમાં રોવમેન પોવેલ (27) અને રમનદીપ સિંઘ (17) ના પ્રયાસો છતાં કેકેઆર 20 ઓવરમાં 180 રન જ બનાવી શકી હતી.

ગુજરાતની બોલિંગ લાઇન-અપ:

  • કગિસો રબાડા: 3 વિકેટ

  • મોહમ્મદ સિરાજ: 2 વિકેટ

  • અશોક શર્મા: 2 વિકેટ

ગુજરાતનો રનચેઝ: ગિલના ગરબા અને જીત

181 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત સ્થિર રહી હતી. સાઈ સુદર્શને 22 રનનું યોગદાન આપ્યું, પરંતુ સાચો જાદુ કેપ્ટન ગિલનો જોવા મળ્યો હતો. ગિલે મેદાનની ચારેબાજુ શોર્ટ્સ ફટકારીને કેકેઆરના બોલરોને લાચાર કરી દીધા હતા. અંતમાં જોસ બટલર (25) અને વોશિંગ્ટન સુંદરના ટેકાથી ગુજરાતે 19.4 ઓવરમાં લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો.

Leave a Comment

READ MORE

READ MORE