“મારી અને PMની તો પત્ની જ નથી…” – રાહુલ ગાંધીના નિવેદનથી લોકસભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું!

લોકસભામાં મહિલા અનામત સુધારા બિલ પર ચર્ચા દરમિયાન એક અત્યંત રસપ્રદ અને હળવી ક્ષણ જોવા મળી હતી. વિપક્ષના નેતા રાહુલ ગાંધી જ્યારે પોતાની વાત રજૂ કરવા ઊભા થયા ત્યારે આખા સદનમાં હાસ્યની લહેર દોડી ગઈ હતી.

જ્યારે રાહુલે પોતાની મજાક કરી મહિલાઓના મહત્વ પર વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે માતા, બહેન અને પત્ની તરીકે સ્ત્રીઓ આપણા જીવનને ઊંડાણપૂર્વક પ્રભાવિત કરે છે. આટલું કહ્યા પછી તેમણે સ્મિત સાથે ઉમેર્યું, વડાપ્રધાન મોદી અને મારે તો પત્ની જ નથી!” રાહુલની આ વાત સાંભળતા જ સત્તા પક્ષ અને વિપક્ષના તમામ સાંસદો જોરજોરથી હસવા લાગ્યા હતા. ખુદ રાહુલ ગાંધી પણ પોતાનું હસવું રોકી શક્યા નહોતા.

બહેન પ્રિયંકાના કર્યા વખાણ ચર્ચા દરમિયાન જ્યારે સ્પીકર ઓમ બિરલાએ રાહુલના હાથ પર પટ્ટી જોઈ તો તેમણે ઈજા વિશે પૂછ્યું. રાહુલે ઈજા વિશે જણાવી સ્પીકરનો આભાર માન્યો અને પોતાની બહેન પ્રિયંકા ગાંધીના મન મૂકીને વખાણ કર્યા. તેમણે કહ્યું કે, “પ્રિયંકાએ ગઈકાલે પોતાની સ્પીચની માત્ર પાંચ મિનિટમાં એ જાદુ કરી બતાવ્યો જે હું છેલ્લા 20 વર્ષમાં નથી કરી શક્યો.” રાહુલની આ નમ્રતા જોઈને ગૃહમંત્રી અમિત શાહના ચહેરા પર પણ સ્મિત આવી ગયું હતું.

દાદી ઈન્દિરા ગાંધીની શીખ અને સરકાર પર પ્રહાર રાહુલ ગાંધીએ પોતાની દાદી ઈન્દિરા ગાંધીને યાદ કરતા કહ્યું કે તેમણે જ મને સાચું બોલતા અને ડર સામે લડતા શીખવ્યું છે. જોકે, હાસ્ય-મજાક પછી રાહુલે ગંભીર મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે આ બિલ મહિલા સશક્તિકરણ માટે નહીં પરંતુ OBC સમાજના અધિકારો છીનવવાનું કાવતરું છે. તેમણે આ બિલને SC-ST અને OBC વર્ગની વિરુદ્ધ ગણાવતા કહ્યું કે વિપક્ષ આનો જોરદાર વિરોધ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE