એક વર્ષ માત્ર 9 રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ મળ્યું, આ વખતે તો એ પણ નહીં… એન્જિનિયરની દર્દભરી પોસ્ટ વાયરલ

કોર્પોરેટ જગતમાં એન્જિનિયર્સની હાલત કેવી છે. તેનો એક જીવંત અને ચોંકાવનારો દાખલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.દિલ્હીમાં રહેતા એક ટેક પ્રોફેશનલ, જે એક જાણીતી MNC (મલ્ટીનેશનલ કંપની) માં કામ કરે છે..તેમણે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે, વર્ષ 2025 માં તેમની સેલેરીમાં માત્ર 9 રૂપિયાનો નજીવો વધારો કરવામાં આવ્યો હતો.અને આ વર્ષે તો પરિસ્થિતિ તેનાથી પણ ખરાબ છે.

“ગુલામની જેમ કામ કરું છું”

આ ટેકીએ r/IndianWorkplace સબરેડિટ પર પોતાની પોસ્ટમાં લખ્યું કે, “એવું લાગે છે કે જાણે હું કોઈ ઊંડા ખાડામાં ફસાઈ ગયો છું.હું મે 2024 માં દિલ્હી NCR ની એક જાણીતી કંપનીમાં 6 મહિના માટે ઇન્ટર્ન તરીકે જોડાયો હતો અને ત્યારબાદ મને સોફ્ટવેર એન્જિનિયર તરીકે પ્રમોશન મળ્યું હતું.”

તેણે વધુમાં ઉમેર્યું કે તે ‘ગુલામ’ ની જેમ કામ કરી રહ્યો છે.ઓફિસ જવાનું અને ક્લાયન્ટ્સને મળવાનું બધું જ કામ તે કરે છે.પરંતુ તેને ટ્રાવેલ એક્સપેન્સ (આવવા-જવાનો ખર્ચ) પણ આપવામાં આવતો નથી. ઉલટું, મેઈન કેમ્પસ સુધી જતી શટલ સર્વિસના નામે તેની સેલેરીમાંથી મોટી રકમ કાપી લેવામાં આવે છે.

મોટો બોન્ડ અને ઓછો પગાર

એન્જિનિયરે જણાવ્યું કે તેણે 4.25 LPA (વર્ષે 4.25 લાખ) ના પેકેજ પર જોઈનિંગ કર્યું હતું.પરંતુ હાથમાં આવતી સેલેરી (In-hand salary) આશા કરતા ઘણી ઓછી હતી.અત્યારે 2026 ચાલી રહ્યું છે અને તેણે 2 વર્ષનો બોન્ડ પૂરો કરવો પડે તેમ છે.અન્યથા 1.5 લાખ રૂપિયા ચૂકવવા પડે. આ ઉપરાંત, જો તે નોકરી છોડવા માંગે તો 6 મહિનાનો નોટિસ પીરિયડ પણ પૂરો કરવો પડે તેવી શરત છે.

તેણે લખ્યું, “મારે આ કંપની એટલા માટે જોઈન કરવી પડી કારણ કે ત્યારે માર્કેટ ખૂબ ડાઉન હતું અને મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. કંપનીએ મારા પહેલા વર્ષના લેટરમાં મને માત્ર 9 રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ આપ્યું હતું.અને આ વર્ષે તો એટલું આપવાની પણ તસ્દી લીધી નથી.”

સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા

આ પોસ્ટ વાયરલ થતા જ યુઝર્સે કંપનીની આકરી ટીકા કરી છે.એક યુઝરે લખ્યું, “મને લાગે છે કે તમારી કાબિલિયત કરતા તમને ઓછો પગાર આપવામાં આવ્યો છે. કારણ કે કંપની વિચારે છે કે તમે છોડશો તો બીજું કોઈ ઓછી સેલેરી વાળું મળી જશે.” અન્ય એક યુઝરે સલાહ આપી કે, “તમારી સ્કિલ્સ સુધારવા પર ધ્યાન આપો. જો તમારી પાસે સાચું જ્ઞાન હશે.તો તમને લાયક પગાર અને સારું વાતાવરણ ચોક્કસ મળશે.”

IT સેક્ટરમાં મંદીનો માહોલ

ભારતમાં હાલમાં ઓટોમેશન અને ખર્ચ ઘટાડવાની નીતિને કારણે IT સેક્ટરમાં સેલેરી ગ્રોથ ધીમો પડ્યો છે.તેનાથી વિપરીત, ઈ-કોમર્સ અને ફાયનાન્શિયલ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં 10.3% થી 10.5% જેટલા વધારાનો અંદાજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE