ભારતના મહત્વાકાંક્ષી ડ્રીમ પ્રોજેક્ટ ‘અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ રેલ કોરિડોર’ (MAHSR) માં એન્જિનિયરોએ વધુ એક સીમાચિહ્નરૂપ સફળતા મેળવી છે.નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટના સૌથી જટિલ ગણાતા 21 કિમી લાંબી ટનલ પૈકી 5 કિમીનું ખોદકામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
આધુનિક NATM ટેકનોલોજીનો ઉપયોગ
આ ટનલનું નિર્માણ વિશ્વસ્તરીય ન્યૂ ઓસ્ટ્રીયન ટનલિંગ મેથડ (NATM) દ્વારા કરવામાં આવી રહ્યું છે.આ પદ્ધતિની વિશેષતા એ છે કે તે ખડકોની કુદરતી મજબૂતીનો ઉપયોગ કરીને ટનલને સુરક્ષિત બનાવે છે..રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ કામગીરીમાં એન્જિનિયરો અત્યંત ચોકસાઈથી આગળ વધી રહ્યા છે.
ટનલની અંદર ચાલી રહેલી અન્ય કામગીરી
NHSRCL દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા વીડિયોમાં ટનલની આધુનિક કામગીરીની ઝલક જોવા મળી છે. હાલમાં ખોદકામની સાથે નીચે મુજબની પાયાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે:
-
ડ્રેનેજ સ્થાપન (Drainage Installation): પાણીના નિકાલની વ્યવસ્થા.
-
વોટરપ્રૂફિંગ (Waterproofing): ટનલને ભેજમુક્ત રાખવા માટેનું લેયર.
-
રીનફોર્સમેન્ટ બાર કેજ: માળખાકીય મજબૂતી માટે લોખંડના પાંજરાનું નિર્માણ.
કેમ ખાસ છે આ 21 કિમીની ટનલ?
આ ટનલ માત્ર એન્જિનિયરિંગનો નમૂનો જ નથી.પરંતુ મુસાફરો માટે રોમાંચક અનુભવ પણ હશે:
-
દરિયાની નીચે સફર: આ ટનલનો સાત કિલોમીટર જેટલો હિસ્સો દરિયાની નીચે (Undersea) હશે. જે ભારતનો આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે.
-
ઝડપી મુસાફરી: આ ટનલ દ્વારા બુલેટ ટ્રેન મુંબઈ અને ગુજરાત વચ્ચેનું અંતર ગણતરીના કલાકોમાં કાપશે.
-
આર્થિક વેગ: પ્રોજેક્ટ પૂર્ણ થવાથી બંને રાજ્યો વચ્ચે વેપાર, ઉદ્યોગ અને પર્યટન ક્ષેત્રે નવી તકો ઉભી થશે.
ભારતની વધતી ટેકનિકલ શક્તિ: NHSRCL દ્વારા શેર કરાયેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે દર્શાવે છે કે ભારત હવે વૈશ્વિક સ્તરની જટિલ માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં સક્ષમ છે.
Post Views: 0











