“ટાઇગર ઝિંદા હૈ! ડોલરની સટ્ટાખોરી પર RBIનો સર્જિકલ સ્ટ્રાઈક, રૂપિયાએ લગાવી 12 વર્ષની સૌથી લાંબી છલાંગ.”

જ્યાં એક તરફ આખી દુનિયા યુદ્ધ અને મોંઘવારીના ડરથી ફફડી રહી છે. ત્યાં ભારતીય રૂપિયો આજે એક અલગ જ મિજાજમાં જોવા મળ્યો છે. 2 એપ્રિલ 2026નો દિવસ ભારતીય ચલણના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ ગયો છે. ડોલર સામે રૂપિયો આજે 1.8% મજબૂત થયો છે. જે સપ્ટેમ્બર 2013 પછીનો સૌથી મોટો ઉછાળો છે.

છેવટે એવું તો શું થયું કે ગઈકાલ સુધી 95 ના સ્તરને સ્પર્શનારો રૂપિયો અચાનક ‘રોકેટ’ બની ગયો? ચાલો, આ રસપ્રદ કહાનીને વિગતવાર સમજીએ:

RBIનો એ ‘માસ્ટરસ્ટ્રોક’ જેણે બાજી પલટી નાખી

શેરબજાર ભલે ગગડી રહ્યું હોય, પરંતુ ભારતીય રિઝર્વ બેંકે (RBI) રૂપિયાને બચાવવા માટે અત્યંત કડક પગલાં લીધાં છે. 1 એપ્રિલના રોજ રિઝર્વ બેંકે બેંકો માટે નો-ડિલિવરેબલ ફોરવર્ડ્સ (NDF) ના દરવાજા બંધ કરી દીધા.

સરળ ભાષામાં સમજીએ તો: લોકો ભવિષ્યમાં ડોલર મોંઘો થવાની આશાએ સટ્ટો રમી રહ્યા હતા. જેના કારણે ડોલરની કૃત્રિમ માંગ (Artificial Demand) વધી રહી હતી. RBIએ આ સટ્ટાખોરી પર લગામ લગાવી દીધી છે. હવે કંપનીઓ કેન્સલ કરેલા ફોરેન એક્સચેન્જ કોન્ટ્રાક્ટ્સને ફરીથી બુક પણ કરી શકશે નહીં.

ડોલરની સંગ્રહખોરી પર અંકુશ

જેવા RBIએ નિયમો કડક કર્યા, કે તરત જ બેંકો અને કંપનીઓ વચ્ચે ડોલર વેચવાની હોડ જામી ગઈ. જે લોકોએ ડોલર દબાવી રાખ્યા હતા. તેમણે હવે પોતાની પોઝિશન ખાલી કરવી પડી. આના પરિણામે બજારમાં ડોલરનો પુરવઠો વધ્યો અને રૂપિયો મજબૂત થઈને 93.17 ના સ્તર સુધી પહોંચી ગયો.

ટ્રમ્પની ધમકી અને ક્રૂડ ઓઈલનો ખૌફ

રૂપિયાની આ મજબૂતી એટલા માટે ખાસ છે કારણ કે, વૈશ્વિક સંજોગો અત્યંત પ્રતિકૂળ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ‘પાષાણ યુગ’ (Stone Age) માં મોકલી દેવાની ધમકી આપી છે. આ નિવેદન બાદ કાચું તેલ (Brent Crude) $106 પ્રતિ બેરલને પાર કરી ગયું છે. યુદ્ધ બીજા મહિનામાં પ્રવેશતાની સાથે જ તેલ અને ઉર્જા મથકો પર હુમલાનું જોખમ વધી ગયું છે. સામાન્ય રીતે જ્યારે તેલ મોંઘું થાય ત્યારે રૂપિયો ગગડતો હોય છે. પરંતુ આજે RBIના સ્થાનિક સુધારાઓએ વૈશ્વિક દબાણને મ્હાત આપી દીધી છે.

સામાન્ય માણસ માટે આનો અર્થ શું?

જો રૂપિયો મજબૂત રહેશે, તો વિદેશથી સામાન મંગાવવો (આયાત) થોડો સસ્તો થશે. આનાથી ઈંધણ અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ભાવમાં થતા અસહ્ય વધારા પર બ્રેક લાગી શકે છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે, જ્યાં સુધી તેલની કિંમતો $100ની નીચે નહીં આવે ત્યાં સુધી રૂપિયા પર દબાણ જળવાઈ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE