વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના વતન ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર, સાણંદ અને બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ખાસ કરીને ટેકનોલોજી અને પાયાની સુવિધાઓના ક્ષેત્રે રાજ્યને અંદાજે ₹20,000 કરોડ ના વિકાસકાર્યોની ભેટ મળશે.
મુલાકાતના મુખ્ય આકર્ષણો
-
ગાંધીનગર: કોબા તીર્થ ખાતે ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’નું ઉદ્ઘાટન.
-
સાણંદ: ‘કેન્સ સેમિકોન પ્લાન્ટ’ (Kaynes Semicon) નું લોકાર્પણ, જે ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવામાં મદદરૂપ થશે.
-
બનાસકાંઠા: વાવ-થરાદ જિલ્લાના નાણી ગામે પશુ સંવર્ધન, બાયોગેસ અને રેલવે-હાઈવે પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત.
PM મોદીનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ
સમય |
સ્થળ / પ્રવૃત્તિ |
09:40 AM |
અમદાવાદ એરપોર્ટ પર આગમન |
10:00 AM |
કોબા (ગાંધીનગર) ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન અને મુલાકાત |
12:00 PM |
ગાંધીનગર સચિવાલય હેલિપેડથી સાણંદ જવા રવાના |
12:30 PM |
સાણંદ આગમન |
12:40 PM |
Kaynes Semicon પ્રોજેક્ટનું લોકાર્પણ અને કાર્યક્રમમાં હાજરી |
02:25 PM |
સાણંદથી અમદાવાદ એરપોર્ટ પરત |
02:55 PM |
અમદાવાદ એરપોર્ટથી ડીસા જવા રવાના |
03:40 PM |
ડીસા એરસ્ટ્રીપ પર આગમન (ત્યારબાદ સડક માર્ગે નાણી જવા રવાના) |
04:00 PM |
નાણી (બનાસકાંઠા) ખાતે ₹19,806 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને જનસભા |
05:30 PM |
ડીસાથી આસામ જવા રવાના |
વાવ-થરાદમાં ઉત્સાહનો માહોલ
નવો જિલ્લો બન્યા બાદ વડાપ્રધાનની વાવ-થરાદની આ પ્રથમ મુલાકાત છે. સરહદી પંથકના વિકાસ માટે આ ઐતિહાસિક દિવસ માનવામાં આવે છે. નાણી ગામની વિરાટ જનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. અહીં પશુપાલકો અને ખેડૂતો માટે બાયોગેસ પ્લાન્ટ તેમજ કનેક્ટિવિટી વધારવા માટે રેલવે અને હાઈવેના પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવશે.
Post Views: 247











