પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. મંગળવારે TMC એ કુલ 291 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાં 47 અલ્પસંખ્યક ઉમેદવારોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે, જ્યાં ભાજપે શુવેન્દુ અધિકારીને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત, નંદીગ્રામથી પવિત્ર કર અને શ્યામપુકુર બેઠક પરથી શશિ પાંજા ચૂંટણી લડશે.
ચૂંટણીનું શેડ્યૂલ: પશ્ચિમ બંગાળની કુલ 294 બેઠકો પર બે તબક્કામાં મતદાન થશે.
-
પ્રથમ તબક્કો: 23 એપ્રિલ (152 બેઠકો)
-
બીજો તબક્કો: 29 એપ્રિલ (142 બેઠકો)
-
પરિણામ: 4 મે 2026 ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
ભવાનીપુરમાં મમતા વિરુદ્ધ શુવેન્દુ અધિકારી: આ વખતની ચૂંટણીમાં પણ મમતા બેનર્જી અને શુવેન્દુ અધિકારી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. મમતા બેનર્જીએ ભવાનીપુરથી લડવાનો નિર્ણય કર્યો છે, જે તેમનો ગઢ અને નિવાસસ્થાન માનવામાં આવે છે. ભાજપે અહીંથી વિપક્ષી નેતા શુવેન્દુ અધિકારીને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પર શુવેન્દુ સામે હારી ગયા હતા, ત્યારબાદ સોવનદેબ ચટ્ટોપાધ્યાયે તેમના માટે ભવાનીપુર બેઠક ખાલી કરી હતી, જ્યાંથી મમતા બેનર્જી પેટાચૂંટણી જીતીને આવ્યા હતા.
Post Views: 1











