યુદ્ધના પડછાયા વચ્ચે ભારતની મોટી જીત: હોર્મુઝની ખાડી પાર કરી ક્રૂડ ઓઈલ ભરેલું જહાજ મુંબઈ પહોંચ્યું

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધના 12મા દિવસે ભારત માટે ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે…વિશ્વભરમાં કાચા તેલની સપ્લાય ખોરવાઈ જવાની આશંકાઓ વચ્ચે, સાઉદી અરેબિયાથી રવાના થયેલું એક વિશાળ તેલ ટેન્કર સુરક્ષિત રીતે મુંબઈના કિનારે પહોંચી ગયું છે…આ જહાજનું ભારત પહોંચવું એ એટલા માટે મહત્વનું છે કારણ કે તે અત્યંત જોખમી ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની ખાડી) માંથી પસાર થઈને આવ્યું છે. જ્યાં હાલમાં ઈરાન અને અન્ય દેશો વચ્ચેના તણાવને કારણે અનેક દેશોના જહાજો ફસાયેલા છે.

માહિતી અનુસાર, લાયબેરિયાના ધ્વજ હેઠળ ચાલતું શેનલોંગ‘ (Shenlong) નામનું સુએઝમેક્સ (Suezmax) ટેન્કર અંદાજે 1,35,335 મેટ્રિક ટન કાચું તેલ લઈને ભારત આવ્યું છે…આ જહાજ એથન્સ સ્થિત કંપની ‘ડાયનાકોમ ટેન્કર્સ મેનેજમેન્ટ’ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે…અહેવાલો મુજબ, આ જહાજ 1 માર્ચના રોજ સાઉદી અરેબિયાના રાસ તનુરા પોર્ટ પરથી તેલ ભરીને રવાના થયું હતું. મેરીટાઇમ ડેટા ફર્મ લોયડ્સ લિસ્ટ ઇન્ટેલિજન્સના જણાવ્યા અનુસાર, 8 માર્ચે આ જહાજનું છેલ્લું લોકેશન હોર્મુઝની ખાડીની અંદર ટ્રેસ કરવામાં આવ્યું હતું..જે બાદ તે સફળતાપૂર્વક ભારત પહોંચ્યું છે.

ભારત માટે આ એક મોટી વ્યૂહાત્મક જીત માનવામાં આવે છે..કારણ કે ઈરાને અગાઉ ધમકી આપી હતી કે કોઈપણ દેશ પરવાનગી વગર આ જળમાર્ગ પરથી તેલ લઈ જઈ શકશે નહીં. હોર્મુઝની ખાડી દુનિયાનો સૌથી મહત્વપૂર્ણ વેપારી માર્ગ છે. જ્યાંથી વિશ્વના કુલ તેલ પુરવઠાનો લગભગ 20 ટકા ભાગ પસાર થાય છે. યુદ્ધના માહોલમાં ભારતની આ સપ્લાય લાઇન ચાલુ રહેવી એ દેશની ઉર્જા સુરક્ષા અને અર્થતંત્ર માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે, જેનાથી તેલના ભાવમાં સંભવિત વધારા પર પણ લગામ લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE