ઈરાનમાં મુજ્તબા રાજ: પિતા કરતાં પણ વધુ કટ્ટર છે ખામેનેઈના વારસદાર, જાણો કેટલી છે નવા ‘સુપ્રીમ લીડર’ની સંપત્તિ?

ઈઝરાયેલ અને અમેરિકા સાથેના ભયાનક તણાવ વચ્ચે ઈરાને મોટા સમાચાર આપ્યા છે. આયતુલ્લા અલી ખામેનેઈના પુત્ર મુજ્તબા ખામેનેઈને ઈરાનના નવા ‘સુપ્રીમ લીડર’ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. મુજ્તબાના સત્તા સંભાળતા જ તેહરાનની સડકો પર ઉજવણી શરૂ થઈ ગઈ છે.. પરંતુ પશ્ચિમી દેશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
કેમ મુજ્તબા વધુ ખતરનાક ગણાય છે?
મુજ્તબા ઈરાન-ઈરાક યુદ્ધ લડી ચૂક્યા છે અને ઈરાનની ઘાતક સેના IRGC (રિવોલ્યુશનરી ગાર્ડ્સ) પર તેમની મજબૂત પકડ છે.તેમને તેમના પિતા કરતાં પણ વધુ કટ્ટર અને આક્રમક માનવામાં આવે છે. ઇઝરાયેલ પર હાલમાં થયેલા મિસાઈલ હુમલાઓમાં તેમની મહત્વની ભૂમિકા હોવાનું મનાય છે.ઈરાનમાં ઈસ્લામિક શાસન વિરુદ્ધ થતા આંદોલનોને કચડી નાખવામાં તેઓ માહિર છે.
વિશ્વના નેતાઓના પ્રતિસાદ
રાષ્ટ્રપતિ પુતિને મુજ્તબાને અભિનંદન પાઠવીને સમર્થન જાહેર કર્યું છે..ડોનાલ્ડ ટ્રમ્પે મુજ્તબાને સુપ્રીમ લીડર તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.. નેતન્યાહુએ સીધી ધમકી આપી છે કે ખામેનેઈના કોઈ પણ ઉત્તરાધિકારીને નિશાન બનાવવામાં આવશે.
કેટલી સંપત્તિના માલિક છે મુજ્તબા ખામેનેઈ?
મુજ્તબા પાસે ઈરાન બહાર, ખાસ કરીને લંડનમાં અઢળક સંપત્તિ હોવાના અહેવાલ છે..લંડનના કેન્સિંગ્ટનમાં ઇઝરાયેલી એમ્બેસીથી માત્ર 50 મીટર દૂર તેમના બે લક્ઝરી એપાર્ટમેન્ટ્સ છે.. જેની કિંમત 614 કરોડ રૂપિયા (£50 મિલિયન) થી વધુ છે. લંડનમાં જ તેમની આશરે 1200 કરોડ રૂપિયાની મિલકતો હોવાનું મનાય છે..જે હાલમાં બ્રિટિશ સરકાર દ્વારા સીઝ (Freeze) કરવામાં આવી છે.
મુજ્તબાના શાસનથી શું બદલાશે?
ઈઝરાયેલ અને અમેરિકા સામે ઈરાન વધુ આક્રમક લડાઈ લડી શકે છે..હિઝબુલ્લાહ અને હૂતી જેવા સંગઠનોને ઈરાન તરફથી વધુ મદદ મળશે.શિયા મુસ્લિમ દેશોમાં ઈરાનનું વર્ચસ્વ અને એકતા વધવાની શક્યતા છે.

Leave a Comment

READ MORE

READ MORE