નોર્વેમાં ખળભળાટ: ઓસ્લોમાં અમેરિકી દૂતાવાસ પાસે પ્રચંડ વિસ્ફોટ, ધડાકાના અવાજથી આખું શહેર ધ્રૂજી ઉઠ્યું

નોર્વેની રાજધાની ઓસ્લોમાં રવિવારની વહેલી સવારે દહેશતનો માહોલ સર્જાયો હતો..અહીં આવેલા અમેરિકી દૂતાવાસની અત્યંત નજીક એક શક્તિશાળી વિસ્ફોટ થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી…આ ધડાકો એટલો ભયાનક હતો કે તેનો અવાજ કિલોમીટરો દૂર સુધી સંભળાયો હતો..જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 વિસ્ફોટની તીવ્રતા અને વર્તમાન સ્થિતિ

  • સ્થળ: દૂતાવાસની આસપાસનો હુસેબી વિસ્તાર આ ધડાકાથી સંપૂર્ણપણે હચમચી ઉઠ્યો હતો. વિસ્ફોટ બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

  • તપાસ: ઓસ્લો પોલીસ અને દેશની ટોચની સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે..સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને તપાસ તેજ કરવામાં આવી છે.

  • જાનહાનિ: પ્રારંભિક અહેવાલો મુજબ,સદનસીબે હજુ સુધી કોઈના મોતના કે મોટા નુકસાનના સમાચાર નથી, પરંતુ આ ઘટનાએ નોર્વેની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.

પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવ્યો ભયાનક મંજર

સ્થાનિક મીડિયા અને ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, આ કોઈ સામાન્ય ધડાકો નહોતો:

  • ધ્રૂજી ઉઠી દીવાલો: લોકોએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના ઘરોની બારીઓના કાંચ તૂટી ગયા હતા અને દીવાલો પણ હલવા લાગી હતી.

  • સ્થાનિક રહેવાસીનો અનુભવ: એક સ્થાનિક નાગરિકે જણાવ્યું કે, “હું ઘરે ટીવી જોઈ રહ્યો હતો ત્યારે અચાનક એક કાન ફાડી નાખે તેવો અવાજ આવ્યો અને મારું આખું ઘર કાંપવા લાગ્યું.”

  • ધડાકા બાદ તરત જ લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા અને ચારેતરફ ડરનો માહોલ જોવા મળ્યો હતો.

શું આ આતંકી કાવતરું છે?

અમેરિકી દૂતાવાસ જેવી સંવેદનશીલ જગ્યા પાસે થયેલા આ વિસ્ફોટને સુરક્ષા એજન્સીઓ અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. હજુ સુધી વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી..પરંતુ આ કોઈ સુનિયોજિત હુમલો હોવાની આશંકા પણ નકારી શકાય તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE