ઈડન ગાર્ડન્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલા T20 વર્લ્ડ કપ 2026ના પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવીને ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે…ફિન એલનની માત્ર 33 બોલમાં ફટકારેલી વિસ્ફોટક સદીના જોરે કીવી ટીમે 170 રનનો લક્ષ્યાંક માત્ર 12.5 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.
સાઉથ આફ્રિકાનો સંઘર્ષ: 169 રન બનાવ્યા
પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાની શરૂઆત નબળી રહી હતી. ઓપનર ક્વિન્ટન ડી કોક અને રેયાન રિકેલટન સસ્તામાં આઉટ થઈ ગયા હતા. જોકે, મધ્યક્રમમાં માર્કો યાનસેનના 55 રન, ડેવાલ્ડ બ્રેવિસના 34 અને ટ્રિસ્ટન સ્ટબ્બ્સના 29 રનની મદદથી ટીમે 20 ઓવરમાં 169 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો.
ન્યૂઝીલેન્ડની વિસ્ફોટક બેટિંગ: એલેન-સીફર્ટનો કહેર
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે આક્રમક શરૂઆત કરી હતી.
ફિન એલેન: માત્ર 33 બોલમાં 100* રન (મેચ વિનિંગ શોટ સાથે સદી પૂરી કરી).
ટિમ સીફર્ટ: 33 બોલમાં 58 રનની શાનદાર ઈનિંગ.
ભાગીદારી: પ્રથમ વિકેટ માટે બંને વચ્ચે 117 રનની તોફાની ભાગીદારી થઈ હતી.
સીફર્ટના આઉટ થયા બાદ રચિન રવિન્દ્ર મેદાનમાં આવ્યો હતો, પરંતુ બીજી બાજુથી એલેને સાઉથ આફ્રિકાના મજબૂત ગણાતા બોલિંગ આક્રમણને ધ્વસ્ત કરી નાખ્યું હતું અને મેચને સાવ એકતરફી બનાવી દીધી હતી.
હવે નજર 8 માર્ચની ફાઇનલ પર
ન્યૂઝીલેન્ડ હવે 8 માર્ચ 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટાઈટલ જીતવા માટે મેદાનમાં ઉતરશે.ફાઈનલમાં તેમનો સામનો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમીફાઈનલના વિજેતા સાથે થશે…સતત બીજી ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચીને કીવી ટીમે ફરી એકવાર પોતાની તાકાત સાબિત કરી છે.
Post Views: 125











