ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 રાઉન્ડમાં ભારતે ઝિમ્બાબ્વે સામે 72 રનથી વિજય મેળવ્યો..ઝિમ્બાબ્વે માટે 257 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો..પરંતુ તેઓ 6 વિકેટે 184 રન જ બનાવી શક્યુ.સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે હવે વેસ્ટ ઇન્ડીઝને હરાવવું પડશે..ભારત-વેસ્ટ ઇન્ડીઝ મેચ 1 માર્ચે કોલકાતામાં યોજાવાની છે…ભારતના વિજય સાથે દક્ષિણ આફ્રિકા સેમિફાઇનલમાં પહોંચ્યું…જ્યારે ઝિમ્બાબ્વે રેસમાંથી બહાર થઈ ગયું.
રન ચેઝમાં ઝિમ્બાબ્વેની શરૂઆત સારી.. પરંતુ ધીમી રહી. બ્રાયન બેનેટ અને તાદિવાનાશે મારુમાનીએ 6.2 ઓવરમાં 44 રન ઉમેર્યા. અક્ષર પટેલે મારુમાનીને (20 રન) આઉટ કરીને આ ભાગીદારી તોડી.ત્યારબાદ વરુણ ચક્રવર્તીએ ડીયોન માયર્સને માત્ર 6 રનમાં આઉટ કર્યો. ત્યાંથી, કેપ્ટન સિકંદર રઝા અને બ્રાયન બેનેટે ત્રીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી. રઝાએ 21 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું, જેમાં બે છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા. સિકંદર રઝાને ઝિમ્બાબ્વેની ઇનિંગની 17મી ઓવરમાં અર્શદીપ સિંહે આઉટ કર્યો. ત્યારબાદ અર્શદીપે રાયન બર્લને 0 રન પર આઉટ કર્યો. ત્યારબાદ અર્શદીપે ટોની મુન્યોંગાને આઉટ કર્યો, જે ફક્ત 11 રન જ બનાવી શક્યો.
ભારતનો ઇનિંગ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા, ભારતે 4 વિકેટે 256 રન બનાવ્યા, જે આ વર્લ્ડ કપમાં કોઈપણ ટીમનો સૌથી મોટો સ્કોર છે. ભારતીય ટીમે સારી શરૂઆત કરી. સંજુ સસનમન અને અભિષેક શર્માએ પ્રથમ વિકેટ માટે 48 રન ઉમેર્યા. સંજુ 24 રન બનાવીને આઉટ થયો. સંજુ બ્લેસિંગ મુઝારાબાની બોલ પર રાયન બર્લના હાથે કેચ આઉટ થયો. ત્યાંથી, ઇશાન કિશન અને અભિષેક શર્માએ બીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી. આ ભાગીદારી દરમિયાન, અભિષેકે 26 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. આ પહેલી વાર છે જ્યારે અભિષેકે વર્તમાન વર્લ્ડ કપમાં 50 રનનો આંકડો પાર કર્યો છે.
ભારતની બીજી વિકેટ ઇશાન કિશન (38 રન) ના રૂપમાં પડી, જે સિકંદર રઝાના બોલ પર રિચાર્ડ નગારાવાના હાથે કેચ આઉટ થયો. ઇશાનના આઉટ થયાના થોડા સમય પછી, અભિષેક શર્મા પણ ટિનોટેન્ડો માપોસાના બોલ પર આઉટ થયો. અભિષેકે 30 બોલમાં 55 રન બનાવ્યા, જેમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે ધમાકેદાર પ્રદર્શન કર્યું, 13 બોલમાં 33 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.
સૂર્યકુમાર યાદવની વિકેટ રિચાર્ડ નગારાવાએ લીધી. ત્યાંથી, હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ અણનમ 84 રન ઉમેરીને ભારતને વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું. હાર્દિકે 23 બોલમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગા સાથે અણનમ 50 રન બનાવ્યા. તિલક 16 બોલમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે અણનમ 44 રન બનાવ્યા હતા..
Post Views: 0











