સોશિયલ મીડિયાના ‘સુપરસ્ટાર’ મોદી: ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડ ફોલોઅર્સ ધરાવતા વિશ્વના પ્રથમ નેતા બન્યા!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 10 કરોડને વટાવી ગયા છે, જેનાથી તેઓ આ સિદ્ધિ મેળવનારા પ્રથમ વૈશ્વિક નેતા બન્યા છે.તેઓ 2014 માં ઇન્સ્ટાગ્રામમાં જોડાયા હતા.પીએમ મોદીની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા બમણાથી વધુ છે. વધુમાં, અન્ય ટોચના પાંચ વૈશ્વિક નેતાઓના સંયુક્ત ફોલોઅર્સ પણ પીએમ મોદી કરતા ઓછા છે.

પીએમ મોદીના ફોલોઅર્સ અન્ય ટોચના નેતાઓના સંયુક્ત ફોલોઅર્સ કરતાં વધુ 

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઇન્સ્ટાગ્રામ પર 43 મિલિયન ફોલોઅર્સ છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોના 1.5 કરોડ ફોલોઅર્સ છે.બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાના 1.4 કરોડ ફોલોઅર્સ છે. દરમિયાન, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનના 1.1 કરોડ ફોલોઅર્સ છે..અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિઅર મેલાના 6.4 મિલિયન ફોલોઅર્સ છે.સ્પષ્ટપણે આ નેતાઓના સંયુક્ત ફોલોઅર્સ પીએમ મોદી કરતા ઓછા છે.

પીએમ મોદી અન્ય ભારતીય નેતાઓ કરતા પણ ઘણા આગળ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઇન્સ્ટાગ્રામ પર 16 મિલિયન ફોલોઅર્સ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ઇન્સ્ટાગ્રામ પર 12 મિલિયન લોકો ફોલો કરે છે.

પીએમ મોદી હાલમાં ઇઝરાયલની મુલાકાતે છે.. જ્યાં બુધવારે તેમણે ઇઝરાયલી સંસદને સંબોધિત કરી.પીએમ મોદી આવું કરનાર પ્રથમ ભારતીય નેતા છે.ઇઝરાયલે પીએમ મોદીને સ્પીકર ઓફ નેસેટ મેડલથી સન્માનિત કર્યા, જે તેની સંસદનું સર્વોચ્ચ સન્માન છે.

ઇઝરાયલી સંસદમાં તેમના ભાષણ દરમિયાન, બધા સાંસદો પીએમ મોદીના સન્માનમાં ઉભા થયા.પીએમ મોદીએ તેમના ભાષણમાં કહ્યું કે ભારતમાં ઇઝરાયલનું ખૂબ સન્માન કરવામાં આવે છે. તેમણે એ પણ નોંધ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધો હજારો વર્ષ જૂના છે.આ દરમિયાન ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ પીએમ મોદીને એશિયન સિંહ તરીકે સંબોધિત કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE