હરિયાણામાં ‘પાણી’ બન્યું પ્રાણઘાતક: 15 દિવસમાં 20 જિંદગીઓ હોમાઈ, રહસ્યમયી બીમારીથી પંથકમાં મોતનો તાંડવ!

હરિયાણાના પલવલ જિલ્લાના છાયંસા ગામમાં રહસ્યમયી બીમારીના કારણે લોકો ચિંતામાં મુકાયા છે.પંદર દિવસમાં બાળકો સહિત 20 લોકોના મોત થયા છે. અચાનક મોતોનો સિલસિલો શરૂ થવાના કારણે ગામમાં ડરનો માહોલ ઉભો થઈ હતો.

લોકોને ખૂબ તાવ, ઉધરસ, ઉલટી, શરીરમાં દુખાવો અને નબળાઈની ફરિયાદ કરી હતી.કેટલાક દર્દીઓની હાલત બગડતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે તેમનો જીવ બચાવી શકાયો ન હતો..કેટલાક લોકો થોડા જ દિવસોમાં ગંભીર બિમાર થઈ ગયા.

ઘટના બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયુ હતુ તંત્રએ ગામમાં કેમ્પ લગાવીને તપાસ શરૂ કરી.અત્યાર સુધીમાં 400થી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યુ છે..જયારે 300થી વધુ લોકોના બ્લડ સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં બે ગ્રામજનોમાં હેપેટાઈટિસ-બી અને હેપેટાઈટિસ-સીની પુષ્ટી થઈ છે, જોકે ડોક્ટરોનું કહેવું છે કે, આ પુષ્ટીથી તમામ મોતોનું કારણ જાણવું મુશ્કેલ છે. આરોગ્ય અધિકારીઓએ ગામમાં પીવાના પાણીના સેમ્પલો તપાસ માટે મોકલ્યા છે. જેમાં અનેક મકાનોમાં પાણીમાં બેક્ટેરિયા હોવાનું અને ક્લોરિનની માત્રા ઓછી હોવાનું સામે આવ્યું છે. આનાથી ગંદા પાણીના કારણે બીમારી ફેલાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

છાયંસા ગામના લોકો જુદા જુદા સ્રોતો દ્વારા પાણીનો ઉપયોગ કરે છે.ક્યાં સરકારી સપ્લાયથી પાણીનો તો ક્યાંક ટેન્કર અને ROના પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે. અનેક મકાનોની ટાંકીઓમાં લાંબા સમય સુધી પાણી જમા રખાયું હોવાનું સામે આવ્યું છે..જેના કારણે સંક્રમણ ફેલાવાનો ખતરો વધી જાય છે.ગામમાં આરોગ્ય વિભાગની અનેક મેડિકલ ટીમો તહેનાત કરી દેવાઈ છે.ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.તંત્રએ ગામજનોને ઉકાળેલું પાણીનો ઉપયોગ કરવાનું અને સ્વચ્છતા જાળવવાની સલાહ આપી છે.તંત્રએ કહ્યું છે કે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE