આસામની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોંગ્રેસ પાર્ટીએ આકરા પ્રહારો કર્યા છે..કોંગ્રેસના નેતા પવન ખેરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક ખૂબ જ કટાક્ષપૂર્ણ પોસ્ટ શેર કરી..જેમાં વડા પ્રધાનને હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેવા વિનંતી કરી. X પરની એક પોસ્ટમાં, ખેરાએ કટાક્ષમાં કહ્યું, “ચૂંટણીવાળા રાજ્યો હંમેશા તમારી ટોચની પ્રાથમિકતા હોય છે..પરંતુ મણિપુરને બાકાત રાખવું જોઈએ નહીં.રાજ્ય 2023 થી સળગી રહ્યું છે. અને હવે ફરીથી સળગી રહ્યું છે.”બંને રાજ્યો વચ્ચેના ટૂંકા અંતર તરફ ઈશારો કરતા ખેરાએ લખ્યું,”તમે આજે આસામમાં છો.મણિપુર ફક્ત એક કલાક દૂર છે.કૃપા કરીને ત્યાં પણ જાઓ. વડાપ્રધાનની હાજરી મણિપુરના લોકોને આશ્વાસન આપવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.”
प्रिय प्रधानमंत्री @narendramodi जी,
हमें मालूम है कि चुनावी राज्य हमेशा आपकी पहली प्राथमिकता होते हैं। लेकिन मणिपुर को इस तरह त्याग नहीं देना चाहिए। यह राज्य 2023 से जल रहा था-और अब यह दुबारा जल उठा है।
आप आज असम में ही हैं। वहाँ से मणिपुर बस एक घंटे की दूरी पर है। कृपया वहाँ… https://t.co/dKmLH7sO91
— Pawan Khera 🇮🇳 (@Pawankhera) February 14, 2026
“મારી પાસે તમારો નંબર નહોતો..”કોંગ્રેસ નેતાએ ફ્લાઇટ ટિકિટનો ફોટો શેર કરીને લખ્યું,”તમારી સુવિધા માટે અમે ગુવાહાટીથી ઇમ્ફાલની ટિકિટ બુક કરાવી છે.તમારે ફક્ત વિમાનમાં ચઢવાની જરૂર છે.મારી પાસે તમારો નંબર ન હોવાથી, હું અહીં ટિકિટ શેર કરી રહ્યો છું.” કેન્દ્ર સરકારના પીએમ કેર્સ ફંડ પર કટાક્ષ કરતા તેમણે વડાપ્રધાનને ત્યાં જવા અને બતાવવા વિનંતી કરી કે તેઓ ખરેખર મણિપુરની કાળજી રાખે છે.
શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે. વિપક્ષ 2023 થી મણિપુરમાં ચાલી રહેલી હિંસા અને ક્યારેક ક્યારેક થતી ભડકાઉ ઘટનાઓ અંગે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવી રહ્યો છે.સરકારનું કહેવું છે કે શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે.વડાપ્રધાન કાર્યાલય તરફથી તાત્કાલિક કોઈ પ્રતિભાવ મળ્યો નથી.આ અનોખા રાજકીય વિરોધથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે.જ્યારે કોંગ્રેસના સમર્થકો મણિપુરની ઉપેક્ષાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.ત્યારે ટીકાકારો તેને રાજકીય યુક્તિ કહી રહ્યા છે.
Post Views: 94











