જો-જો ધાબળા કે સ્વેટર મૂકી ના દેતા! હજુ તો ઠંડી ધ્રૂજાવશે, સાથે માવઠું લાવશે મુસીબત, વાંચો અંબાલાલની આગાહી

રાજ્યમાં ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સમયમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.

રાજ્યમાં ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, 27 જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાન ગગડશે. તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ- સૌરાષ્ટ્રમાં ઠંડી વધશે.

કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકસાન થવાની ભીંતીઃ અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરીનાં અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે હવામાનમાં પલ્ટો આવશે. તેમજ 30 જાન્યુઆરી સુધીમાં વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળશે તેમજ માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે. કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીંતી સેવાઈ રહી છે.

5 ફેબ્રુઆરી સુધી માવઠું થાય તેવી સંભાવના

રાજ્યભરમાં 12 થી 15 ડિગ્રી સુધી તાપમાન નોંધાશે. તેમજ તા. 30 અને 31 જાન્યુઆરીએ કમોસમી વરસાદની શક્યતા છે. તેમજ 5 ફેબ્રુઆરી સુધી માવઠું થાય તેવી સંભાવના છે. માવઠા વચ્ચે ઠંડા પવનો ફૂંકાશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ ફ્રેબ્રુઆરીમાં ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે.

આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેશે. તેમજ રાજ્યમાં રાતે ઠંડી બપોરે ગરમી જેવો માહોલ રહેશે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. તેમજ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.7 ડિગ્રી, નલિયાનું લઘુત્તમ તાપમાન 7.2 ડિગ્રી નોંધાવા પામ્યું હતું. તેમજ સામાન્ય તાપમાન ઘટતા ફરી ઠંડી અનુભવાઈ છે. 25 અને 26 જાન્યુઆરી પણ તાપમાન યથાવત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE