આ મહારેલી/શોભાયાત્રામાં ગુજરાતના તમામ SC ST OBC સમાજના નામી અનામી કલાકારો, અગ્રણીઓ, રાજકીય બિનરાજકીય સંગઠનો, મંડળો, ભીમ સૈનિકો, આગેવાનો, અને બુદ્ધિજીવીઓ તેમજ બહુજન ભાઈઓ અને બેહનો મોટી સંખ્યામાં હાજર રહેશે.
આ મહારેલીની વિગત આ મુજબ છે. “મહારાષ્ટ્રના પુના શહેરની નજીક ભીમા નદીનાં તટવિસ્તારમાં આવેલ ભીમા કોરેગાંવમાં સને ૧૮૧૮ નાં જાન્યુઆરી મહિનાની ૧લી તારીખે થયેલું વિશ્વનું એકમાત્ર યુધ્ધ કે જેમાંથી બહુજન સમાજની પુનઃઉન્નતીનો અને પુનઃનિર્માણનો પાયો નખાયો. જેમના ૨૦૭ વર્ષની પૂર્ણાવૃતિના અનુસંધાને, આ મહાન ઐતિહાસીક દિવસ યાદગાર બની રહે તે ઉદ્દેશ્યથી તથા ઉજવણીના ભાગરૂપે તેમજ બહુજનોના ભવ્ય સાંસ્કૃતિક વારસાથી લઈને પુનઃઉન્નતી તેમજ આજના સાંપ્રત સમયના અનુસંધાને “૫૦૦ મહાર સૈનિકો દ્વારા ૨૮૦૦૦ પેશવા સૈનિકોની હારનો દિવસ એટલે ભીમા કોરેગાંવ જંગ/ તલવારથી કલમ સુધીની ક્રાંતિ” ની જીતની ઐતિહાસિક ભવ્ય યાદગીરીની ઝલક જોવા માટે આ વિશાળ તેમજ ભવ્ય મહારેલીનું આયોજન તા .૧/૧/૨૦૨૫ને બુધવારે સવારે ૧૦ કલાકે. આંબેડકરનગર પ્રવેશદ્વાર ડો.બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરીને, ડો.આંબેડકર સર્કલ ૧૫૦ ફૂટ રીંગ રોડથી, મવડી ચોકડી થી, નાના મવા સર્કલથી નાનામવા મેઇન રોડથી, ડો.આંબેડકર ચોક(રાજનગર) બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરીને
કોટેચા ચોક થી કિસાનપરા ચોકથી જીલ્લા પંચાયત ચોકમાં બાબાસાહેબ અને સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરીને બહુમાળી ભવન રોડથી ક્રાંતિવીર બીરસા મુંડા ચોકથી વાલ્મિકી ઋષિજીની પ્રતિમાને ફુલહાર કરીને હોસ્પિટલ ચોકમાં બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરી રેલીનું સમાપન કરવામાં આવશે.
વિશેષમાં જણાવવાનું કે શાપર વેરાવળ પારડી ગામના આજુબાજુના તાલુકાના વિસ્તારના લોકો માટે પારડી શીતળા મંદિર કિસાન ગેટ પાસેથી ડો.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરીને તા.૧-૧-૨૦૨૫ના સવારે ૯ કલાકે. ત્યાંથી આવશે.. જે રાજકોટ ડો.આંબેડકર સર્કલ ખાતે મહારેલીમાં જોડાશે.
આ મહારેલીમાં બાઇક/ફોર વ્હીલ લઈને આવતા તમામ ભીમ સેનિકોએ અને આગેવાનોએ ખોટો ઘોંઘાટ કરવો નહિ તેમજ ટ્રાફિકનો પ્રશ્ન પણ ઓછો ઉપસ્થિત થાય તેનું ધ્યાન રાખીને સાથે સરકારશ્રીના નિયમો ગાઈડલાઈન નું પાલન કરી, કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ટ્રાફિક પોલીસની સાથે સહયોગ પૂર્વક વર્તી આયોજન થાય, શિસ્તબંધ રીતે વર્તીને આયોજન કરવા આયજકો દ્વારા નિવેદન કરેલ છે.