અમદાવાદનાં સારંગપુર બ્રિજને નવીન બનાવવાની કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર છે. જેને લઈ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમજ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ તેમજ કોર્પોરેશન દ્વારા મહત્વનાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં સારંગપુર બ્રિજ દોઢ વર્ષ માટે બંધ કરવામાં આવ્યો છે. તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ
અમદાવાદ મ્યુનિપલ કોર્પોરેશન તેમજ રેલવે વિભાગ દ્વારા સારંગપુર બ્રિજને નવીન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમજ ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે.
વર્તમાન સમયમાં જો કોઈ શહેરની મોટામાં મોટી સમસ્યા પૈકીની જો એક ગણીએ તો તે છે ટ્રાફિકની. વધતા વાહનો સામે સાંકડા બનતા રસ્તાઓના કારણે અમદાવાદ જેવા મેટ્રો શહેરની હાલત ટ્રાફિકના કારણ કથળી રહી છે. જ્યાં લોકો વાહન લઈને નીકળતા પહેલા ટ્રાફિકનો વિચાર કરે છે. ત્યારે કેટલાક અંશે વહીવટી તંત્ર પણ આ સમસ્યાને હલ કરવા પ્રયત્ન પણ કરે છે. ત્યારે અમદાવાદના સારંગપુર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
સારંગપુર બ્રિજને ફોર લેન બનાવવાનો લેવાયો નિર્ણય
રેલવે વિભાગ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજને ફોર લેન બનાવવાનો નિર્ણય લીધો છે. 400 કરોડ રૂપિયા ખર્ચે સારંગપુર બ્રિજ ફોર લેન બનાવવામાં આવશે. જે માટે રેલવે વિભાગ અને અને AMC 50-50 %ના ખર્ચે ભોગવશે. જે અનુસંધાને AMC રાજ્ય સરકાર પાસેથી બ્રિની ગ્રાન્ટ પણ માગશે.
વધતી ટ્રાફિકની સમસ્યા
અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાનો મુદ્દો રોજ બરોજ વધી રહ્યો છે. સિગ્નલ, ટ્રાફિક પોલીસ, નિયમો, કેમરા સહિતની સુવિધાઓ છે. પરંતુ વાહન ચાલકોની ‘ચાલાકી’, સાંકડા બનતા રસ્તાઓ અને વધતા વાહન વ્યવહારના કારણે આ મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. જો કે, બીજી તરફ આ સમસ્યાના ઉકેલ માટે વહીવટી તંત્ર પણ શક્ય પ્રયત્ન કરે છે. મેટ્રો, AMTS, જેવી સુવિધા કારણે સામાન્ય રસ્તાઓ પર ભારણ ઘટ્યું છે. પરંતુ જે પૂરતુ ન જ કહી શકાય.