પાડોશી દેશો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ સમયે લોહિયાળ યુદ્ધ લડી રહ્યા છે. અફઘાનિસ્તાનના તાલિબાનો ડૂરંડ લાઇન પાર કરીને પાકિસ્તાન પર તબાહી મચાવી રહ્યા છે. ભારે મશીનગન અને આધુનિક હથિયારોથી સજ્જ તાલિબાનીઓએ પાકિસ્તાની ચોકીઓ પર હુમલો કર્યો છે.
પાકિસ્તાની સેનાનું કહેવું છે કે તાલિબાન બોર્ડરની પાસે રહેલી તેમની ચોકીઓ પર ભારે અને આધુનિક હથિયારોથી હુમલો થઈઆ રઈઓ છે, તો બીજી તરફ તાલિબાનીઓનું કહેવું છે કે પાકિસ્તાનની સીમા પર તૈનાત અસામાજિક તત્ત્વો જે અરાજકતા ફેલાવી રહ્યા છે તેમને નિશાન બનાવી રહ્યા છે.
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન કેમ્પ પર હુમલો
અફઘાનિસ્તાનના પૂર્વ પક્તિકા પ્રાંતમાં પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના કેમ્પ પર પાકિસ્તાની બોમ્બ મારો બાદ બંને તરફથી કેમ્પ પરઓ ચાલુ છે. તાલિબાની ગુલામ ખાન ક્રોસિંગ પર અંધાધૂંધ હુમલો કરી રહ્યા છે. પાકિસ્તાની સેનાનું કહેવું છે કે તાલિબાન ભારે અને અત્યાધુનિક હથિયારો સાથે સરહદ નજીક તેમની ચોકીઓ પર હુમલો કરી રહ્યા છે. તે જ સમયે, તાલિબાનનું કહેવું છે કે તે પાકિસ્તાન સાથેની સરહદ પર અરાજકતાવાદી તત્વોને નિશાન બનાવી રહ્યું છે.
19 સૈનિકો ઠાર
એક ન્યૂઝના અહેવાલ મુજબ તાલિબાનના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે ડૂરંડ લાઇન પર બંને તરફથી હિંસક અથડામણ થઈ રહી છે. તાલિબાને પાકિસ્તાની સેનાની બે પોસ્ટ કબજે કરી લીધી છે. ભારે હથિયારોનો ઉપયોગ કરીને તાલિબાનીઓએ ડ્યુરન્ડ લાઇન પર રહેલી પાકિસ્તાની સેનાની ઘણી ચોકીઓને આગ ચાંપી દીધી હતી જેમાં પાકિસ્તાની સેનાના 19 સૈનિકો માર્યા ગયા અને બાકીના જીવ બચાવીને ભાગવામાં સફળ રહ્યા હતા.
તાલિબાનીઓ ગોજગઢી, માટા સંગાર, કોટ રાઘા અને તરી મેંગલ વિસ્તારોમાં પ્રવેશ્યા છે અને ભારે ગોળીબાર કરી રહ્યા છે. દરમિયાન, પાકિસ્તાની સેનાએ કહ્યું કે તેણે ખુર્રમ અને ઉત્તર વઝીરિસ્તાનમાં ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે.
શું છે તાલિબાનની રણનીતિ?
અફઘાન તાલિબાનો આજ સુધી કોઈ પણ મોટા સૈન્ય સામે ઝૂક્યું નથી. તેણે વર્ષો સુધી અમેરિકા અને રશિયા જેવી મહાસત્તાઓને પડકાર ફેંક્યો અને આખરે તેમને અફઘાનિસ્તાનમાંથી પાછા ફરવાની ફરજ પડી. પાકિસ્તાન પાસે તાલિબાનનો સામનો કરવા માટે ન તો લશ્કરી તાકાત છે કે ન તો આર્થિક ક્ષમતા.
પાકિસ્તાની સેના એલર્ટ
મીર અલી બોર્ડર પર વધતી ગતિવિધિઓને કારણે પાકિસ્તાને પણ પોતાની સેનાને એલર્ટ પર રાખી દીધી છે. સરહદી વિસ્તારોમાં સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે અને સઘન સુરક્ષા કરાઇ છે. સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ છે. હવે જેમ જેમ આ બને વચ્ચેનો તણાવ આ સંઘર્ષ કઈ દિશામાં આગળ લઈ જાય છે એ આવનારો સમય બતાવશે.
તાલિબાન એટલે પશ્તોમાં વિદ્યાર્થી
1990 ના દાયકાની શરૂઆતમાં અફઘાનિસ્તાનમાંથી રશિયન સૈનિકોની પીછેહઠ પછી ઉત્તર પાકિસ્તાનમાં તાલિબાનનો ઉદય થયો. પશ્તો ભાષામાં તાલિબાનનો અર્થ થાય છે વિદ્યાર્થીઓ, ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે જેઓ કટ્ટરપંથી ઇસ્લામિક ધાર્મિક ઉપદેશોથી પ્રેરિત હોય. એવું કહેવાય છે કે કટ્ટરપંથી સુન્ની ઇસ્લામિક વિદ્વાનોએ ધાર્મિક સંસ્થાઓની મદદથી પાકિસ્તાનમાં પોતાનો પાયો નાખ્યો હતો. તાલિબાન પર દેવવંડી વિચારધારાનો સંપૂર્ણ પ્રભાવ છે. તાલિબાનની સ્થાપના માટે સાઉદી અરેબિયા તરફથી આવતી આર્થિક મદદને જવાબદાર ગણવામાં આવી હતી.
શરિયા કાયદો અને ઈસ્લામિક રાજ્ય
શરૂઆતમાં તાલિબાને જાહેરાત કરી હતી કે તેમનો હેતુ ઇસ્લામિક વિસ્તારોમાંથી વિદેશી શાસનને ખતમ કરવાનો અને ત્યાં શરિયા કાયદો અને ઇસ્લામિક રાજ્ય સ્થાપિત કરવાનો છે. શરૂઆતમાં જાગીરદારોના અત્યાચારો અને અધિકારીઓના ભ્રષ્ટાચારથી કંટાળેલા લોકોએ તાલિબાનમાં મસીહા જોયા અને ઘણા વિસ્તારોમાં આદિવાસી લોકોએ તેમનું સ્વાગત કર્યું પરંતુ પાછળથી કટ્ટરતાએ પણ તાલિબાનની લોકપ્રિયતા ખતમ કરી દીધી પરંતુ ત્યાં સુધીમાં તાલિબાન ખૂબ શક્તિશાળી બની ગયા અને હવે તેનાથી છુટકારો મેળવવાની લોકોની આશા પણ જતી રહી છે