રૂ.ત્રીસ હજાર ના દશ ટકા લેખે એક લાખ પેનલ્ટી સાથે રકમ ચૂકવવા છતાં વધુ વ્યાજ માંગી માર માર્યો’તો.
ગોસા(ઘેડ):તા ૨૮ પોરબંદર માં વ્યાજખોર હિતેશ ઉર્ફે ધોબી નરોતમભાઈ ગોહિલ ને બોખીરા વિસ્તારમાં રહેતા અને ઇલેક્ટ્રિકશ્યનનો ધંધો કરનાર જયેશ બળેજાએ રૂ. ત્રીસ હજારના દશ ટકા લેખે એક લાખ પેનલ્ટી સાથે ચૂકવવા છતાં વધુ વ્યાજ માંગતા તે નહીં આપવાનું કહેતા વ્યાજખોર હિતેશ ઉર્ફે ધોબી નરોતમભાઈ ગોહિલએ જયેશને લાકડાના ધોકા વડે માર મારી લોહીલુહાણ કરતા જયેશ દવાખાને દાખલ થઈ તેની વિરૂધ્ધ પોલીસ ફરિયાદ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
ફરીયાદમાં બોખીરા પંચાયત ઓફિસ પાસે રહેતા અને ઈલેક્ટ્રીક્શનનો ધંધો કરનાર જયેશ બળેજાએ લખાવેલ કે પોતાના છ મહિના પહેલા પગના ગોળાનું ઓપરેશન કરાવવાનું હતું. ત્યારે ઓપરેશન ના પૈસા પોતાની પાસે ન હોવાથી બોખીરાની આવાસ યોજનામાં રહેતા હિતેશ ઉર્ફે ધોબી નરોતમભાઈ ગોહિલ નામના વ્યક્તિ પાસેથી ૩૦૦૦૦ રૂપિયા ૧૦%વ્યાજે લીધા હતા. અને તે રૂપિયાથી જયેશ બળેજાએ પોતાના પગની સારવાર કરાવી હતી.
ત્યારબાદ બે મહિના સુધી હિતેશ ઉર્ફે ધોબી નરોતમભાઈ ગોહિલને ૧૦% ૬૦૦૦ રૂપિયા વ્યાજ ચૂકવ્યુ હતું. કે પછી એક વખત વ્યાજ ચૂકવવાનું બાકી રહી જતા હિતેશ ઉર્ફે ધોબી નરોતમભાઈ ગોહિલએ એક દિવસના રૂપિયા ૧૦૦૦ની પેનલ્ટી લગાડી હતી. આમ છ મહિના દરમિયાન જયેશ બળેજાયે વ્યાજખોર હિતેશ ઉર્ફે ધોબી નરોતમભાઈ ગોહિલને કટકે કટકે રૂપિયા એક લાખ ચૂકવ્યા હતા. ત્રીસ હજારના એક લાખ કટકે કટકે ચૂકવ્યા છતાં વધુ વ્યાજ માગતો હોય તે આપવાની ના પડતાં તા. ૨૩/૧૨/૨૦૨૪ના સાંજના ૪:૩૦ વાગ્યાના અરસામાં હું મારાં ઘરેથી બહાર નીકળી કોળી સમાજની વંડી પાસે પ હોચ્યો ત્યાં વ્યાજખોર હિતેશ ધોબી બાઈક પર આવેલો. અને બાજુમાં બંધ કોલોની આવેલી તેમાં જઈ તેમણે મને ત્યાં બોલાવ્યો. ત્યારે ત્યાં હું ગયો તો હિતેશ ઉર્ફે ધોબી નરોતમભાઈ ગોહિલ એ લાકડાના ધોકા વડે મને (જયેશ બળેજા)ને આડેધડ માર મારવા લાગ્યો હતો. આથી હું રાડારાડ કરવા લગતા તે ત્યાંથી નાસી ગયો અને ભાગતા ભાગતા કેતો ગયો કે તે મારી વિરૂધ્ધ અગાઉ ફરિયાદ પોલીસ માં કરેલ છે એટલે હવે તને છોડીશ નહીં ગમે ત્યારે તને મારી નાખીશ.
આમ દવાખાનેથી જયેશ રાજાભાઈ બળેજાએ હિતેશ ધોબી વિરૂધ્ધ ગેર કાયદેસર વ્યાજ વસુલતો હોય ગુજરાત નાણાં ધીરધાર ની કલમ હેઠળ ગુન્હો દાખલ કરતા ઉદ્યોગ નગર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આજે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતેના ગુન્હાના કામે હિતેશ ઉર્ફે ધોબી નરોતમભાઈ ગોહિલએ ફરિયાદી જયેશ રાજાભાઈ બળેજા પાસેથી વધુ વ્યાજ ઉઘરાવી રૂપિયા ૩૦૦૦ ના ૧૦% લેખે અને પેનલ્ટી સાથે રૂપિયા ૧,૦૦૦૦ નું વ્યાજ ઉઘરાવી તથા ફરિયાદી જયેશ બળેજા ને મરમારી ઈજા પહોંચાડનાર આરોપી હિતેશ ઉર્ફે ધોબી નરોતમભાઈ ગોહિલ રહે આવાસ કિલોની બોખીરા વાળા ને ગુન્હાના કામે પોલીસે અટક કરી આરોપી હિતેશ ઉર્ફે ધોબી નરોતમભાઈ ગોહિલને સાથે રાખી બનાવવાળી જગ્યાએ લઈ જઈને ત્યાં આરોપી પાસે ઘટનાનું રિ-કન્ટ્રક્શન કરાવ્યું. અને શહેર ના જુદા જુદા લતા માં પોલીસે ફેરવી જાહેરમાં વ્યાજ ખોર હિતેશ ધોબી પાસે કોઈ પણ વ્યાજ વટાવનો મારી જેમ ધન્ધો ના કરતા, મે જે કરેલ તેવું કૃત્ય કોઈ ના કરી કાયદો હાથમા ના લેશો તેમ બોલાવી માફી મંગાવી હતી.
આ કામગીરીમાં ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના પી. આઈ. આર. એમ. રાઠોડ પી. એસ. આઈ એસ. આર.જાડેજા, હેડ કોસ્ટેબલ હરેશભાઇ તથા ડી સ્ટાફ રોકાયેલ હતો.