કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર લીલા નિશાન પર બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 226 પોઈન્ટના ઉછાળા સાથે 78,699.07 પર બંધ રહ્યો હતો. તે જ સમયે NSE પર નિફ્ટી 0.27 ટકાના વધારા સાથે 23,813.40 પર બંધ થયો હતો.
આજના ટ્રેડિંગ દરમિયાન ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એમએન્ડએમ, ઇન્ડસઇન્ડ બેંક, આઇશર મોટર્સ, ટાટા મોટર્સના શેર્સ નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ, ઓએનજીસી, ટાટા સ્ટીલ, શ્રીરામ ફાઈનાન્સના શેર ટોપ લૂઝરની યાદીમાં સામેલ હતા. ત્યારે BSE મિડકેપ ઇન્ડેક્સ ફ્લેટ ટ્રેડ થયો હતો. જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 0.4 ટકા વધ્યો હતો.
રૂપિયો 85.54 પ્રતિ ડોલરે….
સેક્ટરમાં ઓટો, ફાર્મા, મીડિયા 0.5-1 ટકા વધ્યા હતા. જ્યારે રિયલ્ટી, પીએસયુ બેન્ક, ઓઇલ એન્ડ ગેસ, મેટલ ઇન્ડેક્સ 0.5-1 ટકા ઘટ્યા હતા. જ્યારે શુક્રવારે ભારતીય રૂપિયો 85.54 પ્રતિ ડોલરના નવા રેકોર્ડ નીચા સ્તરે બંધ થયો હતો. જ્યારે અગાઉનો બંધ ભાવ પ્રતિ ડોલર 85.26 હતો.
કેવું ખુલ્યું માર્કેટ
ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર સપાટ ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 135 પોઈન્ટના ઉછાળા સાથે 78,607.62 પર ખુલ્યો હતો . તે જ સમયે, NSE પર નિફ્ટી 0.22 ટકાના વધારા સાથે 23,801.40 પર ખુલ્યો હતો.