ઉત્તરપ્રદેશ / જ્યાં જુઓ ત્યાં રૂપિયા જ રૂપિયા, લગ્નની જાનમાં જાનૈયાઓએ 20 લાખ રૂપિયા ઉડાવ્યા, વટ પાડતો વીડિયો વાયરલ

ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થનગરમાં લગ્નની જાનમાં રૂપિયાનો વરસાદ થયો, જાનૈયાઓએ 20 લાખ રૂપિયા ઉડાવ્યા. બિલ્ડિંગના ધાબા અને બુલડોઝર ઉપર ચડીને રૂપિયા ઉડાવ્યાનો સિદ્ધાર્થનગરના દેવલહવા ગામનો વીડિયો વાયરલ થયો છે.

સિદ્ધાર્થનગર, ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થનગરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં એક લગ્નમાં જાનૈયાઓ પૈસા ઉડાવતા દેખાઈ રહ્યા છે. માહિતી અનુસાર, સિદ્ધાર્થનગરમાં લગ્નની જાનમાં વરરાજાના પરિવારજનોએ લગભગ 20 લાખ રૂપિયા ઉડાવી દીધા. જેસીબી અને ધાબા પર ચઢીને લોકોએ નોટોને હવામાં કાગળની જેમ ઉડાડી. આ લગ્ન ચર્ચાનો વિષય બની ગયા છે.

લગ્નની જાનમાં પૈસાનો કરાયો વરસાદ

સિદ્ધાર્થનગરના દેવલહવા ગામમાં લગ્ન દરમિયાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની દૂર દૂર સુધી ચર્ચા થઈ રહી છે. લગ્નમાં લગભગ વીસ લાખ રૂપિયાની નોટો હવામાં ઉડાડી હતી. લગ્નની જાનમાં સામેલ લોકો ધાબા અને જેસીબી પર ચઢી ગયા હતા અને હવામાં નોટો ઉડાડી રહ્યા હતા. કોઈએ તેનો વીડિયો રેકોર્ડ કર્યો અને હવે તે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ઘણા લોકો હવામાં નોટો ઉડાડી રહ્યા છે. આ લગ્નમાં ઘણા પૈસા ઉડાડી દેવામાં આવ્યા. માહિતી અનુસાર, ગામના બે ભાઈઓના લગ્નમાં આ રીતે પૈસા ઉડાડવામાં આવ્યા હતા.

ધાબા પર અને બુલડોઝર પર ચડી પૈસા ઉડાવ્યા

લગ્નની જાનમાં નોટોનો વરસાદ થતો જોઇને સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. જેસીબી અને ધાબા પર ચડીને નોટોનો વરસાદ કરવામાં આવી રહ્યો હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જાનમાં ધાબા પર અને જેસીબી પર ચઢીને 100, 200 અને 500 રૂપિયાની નોટો હવામાં ઉડાડવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જાનમાં લગભગ 20 લાખ રૂપિયા ઉડાડી દેવામાં આવ્યા.

આ પણ વાંચો: શું કહેવું! મોડલે ઈન્ડિયા ગેટ પર કર્યો અશ્લીલ ડાન્સ, સરાજાહેર શરીર પર સફેદ રૂમાલ બાંધી લગાવ્યા ઠુમકા

જાનૈયાઓએ ઉડાવ્યા રૂપિયા

વીડિયોમાં વરરાજાના પરિવારના સભ્યો કાગળની જેમ હવામાં નોટોના બંડલ ઉડાડતા દેખાઈ રહ્યા છે, જેને જોઇને એવું લાગી રહ્યું હતું કે આ કોઈ સામાન્ય લગ્ન નથી. ગામના કોઈ વરઘોડામાં આ પ્રકારનું દ્રશ્ય ભાગે જ ભાગ્યે જ જોવા મળ્યું હતું. ધાબા પર અને જેસીબી પર ચડીને પૈસા ઉડાવવામાં આવી રહ્યા હતા, તો નીચે લોકો આ પૈસા લેવા માટે પડાપડી પણ કરી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE