અમદાવાદમાં SOGની મોટી કાર્યવાહી, આ વિસ્તારમાં 14માં માળેથી ઝડપ્યું 26 લાખનું ડ્રગ્સ, 5ની ધરપકડ

અમદાવાદમાં વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું હતું. શહેરના નારણપુરા વિસ્તારમાં એસઓજીએ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો હતો. સમગ્ર ઘટનામાં 7 આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

અમદાવાદમાં ડ્રગ્સે પગ પેસારો કર્યો હોય તેમ લાગી રહ્યું છે. જેમાં તાજેતરમાં શહેરના નારણપુરા વિસ્તારમાં ડ્રગ્સ ઝડપાયા હતા. જેમાં નારણપુરા જૈન દેરાસર નજીક એલીફંટા સોસાયટીના 14માં માળેથી એસઓજીએ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.

મળતી માહિતી મુજબ આ જગ્યા પરથી આશરે 25.68 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે સમગ્ર ઘટનાને લઇ પોલીસ તંત્ર પર સવાલો ઉભા થયા હતા.

માણેકચોક જૂનું થયું, આ છે અમદાવાદી યુથને આકર્ષતા અડધી રાત્રે પણ ધમધમતા ફૂડ સ્પોટ્સ

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નારણપુરા જૈન દેરાસર પાસે આવેલ એલીફંટા સોસાયટીમાં જીગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી 256 ગ્રામ 860 મિલિગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. જેમાં એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડીને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં એસઓજી દ્વારા 7 આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે સાત માંથી પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE