કાલાવડ નાકા બહાર પેટ્રોલ પંપની નજીકમાં આગ લાગતાં ભારે દોડધામ

જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલા એક પેટ્રોલ પંપની નજીકમાં જ ઝાડી જાખરામાં અકસ્માતે આગ લાગી હતી, જેથી ભયનો માહોલ ફેલાયો હતો. આગની જવાળાઓ દૂર સુધી દેખાઈ હતી. ફાયર બ્રિગેડની ટુકડી એ સમયસર પહોંચી જઈ આગને કાબુમાં લઈ લેતાં હાશકારો થયો હતો.

આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર એક પેટ્રોલ પંપ આવેલો છે, જે પેટ્રોલ પંપ ની નજીકમાં જ કસાઈ જ્ઞાતિના કબ્રસ્તાનની સામેના ભાગમાં આવેલી કાંટાળી તાર અને ઝાડી ઝાખરામાં અકસ્માતે આગ લાગી હતી. જે બનાવ અંગે ત્યાંથી પસાર થનારી વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને અડધા કલાકની જહેમત લઈ પાણીનો મારો ચલાવી આગ પર કંટ્રોલ કરી લીધો હતો. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.

પેટ્રોલ પંપની નજીકમાં જ આગનો બનાવ બન્યો હોવાથી અને આગના લબકારાઓ દૂર સુધી દેખાયા હોવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે આગ સમયસર કાબુમાં આવી જતાં સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE