આંદોલનની વાત જ નથી, ક્ષત્રિય આંદોલન પૂરું થઈ ગયું : શંકરસિંહ

આગામી 20 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ગોતા ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહેવાના છે. જેને લઈને ગઈકાલે રાજકોટ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ ક્ષત્રિય આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું છે. અને પત્રકારોએ પુછેલા પ્રશ્ર્નના જવાબમાં શંકરસિંહે જણાવ્યું કે, આંદોલનની વાતજ નથી, આંદોલન પુરુ થઈ ગયું છે. સમાજમાં બીજા સમાજનું જોઈને શીખવાનો સવાલ છે.

મારી નવી પાર્ટી બનાવવાની વાતો થઈ રહી છે, પરંતુ જેને જે વાતો કરવી હોય તે કરે. જ્યારે સમાજનું બંધન હોય, ત્યારે જે સંસ્થા હોય, ત્યાં રાજકીય જોડા બહાર કાઢીને જવાનું. સમાજમાં માત્ર સમાજની જ વાત કરવાની.
ક્ષત્રિય સંમેલનને લઈને રાજકોટમાં સમાજની એક બેઠકમાં શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમજ સંસ્થાના અગ્રણી આગેવાનો તેમજ ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

જો કે ક્ષત્રિય સમાજની બેઠકમાં પદ્મિનીબા દેખાયા નહતા. પદ્મિનીબા વાળાને સર્કિટ હાઉસ ખાતે અલગ બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં પદ્મિની બા અને શંકરસિંહ વાઘેલા સાથે 15 મિનિટ સુધી ચર્ચા થઈ હતી.
આ બેઠક બાદ પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, બેઠકમાં કોઈ રાજકીય મુદ્દા પર ચર્ચા કરવામાં આવી નથી. આ બેઠકમાં સમાજનું કલ્યાણ કેમ થાય અને સમાજ કેવી રીતે આગળ આવે? તેવા મુદ્દા પર ચર્ચા થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE