પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ ખાતે સીનિયર સબ એડિટર તરીકે સેવા આપતા ભાર્ગવભાઈ ભંડેરીની દ્વારકા ખાતે બદલી થતાં નાયબ માહિતી નિયામક પ્રશાંતભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને વિદાયમાન સમારોહ યોજાયો હતો, જેમાં માહિતી પરિવાર દ્વારા તેમને ભાવભર્યું વિદાયમાન અપાયું હતું. આ પ્રસંગે માહિતી કચેરીના અધિકારીઓ કર્મચારીઓએ ભાર્ગવભાઈને સાકર-શ્રીફળ તેમજ પુષ્પગુચ્છ આપી વિદાયમાન સમયે શુભકામના પાઠવી હતી. ભાર્ગવભાઈએ રાજકોટ ખાતે ૨ વર્ષથી વધુની સરકારી સેવામાં રાજકોટ માહિતી કચેરી ખાતે નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવી હતી. આ તકે નાયબ માહિતી નિયામક પ્રશાંતભાઈ ત્રિવેદી, સહાયક માહિતી નિયામકઓ (સંપાદન) સોનલબેન જોશીપુરા, પ્રિયંકાબેન પરમાર, પારૂલબેન આડેસરા તથા રઝાકભાઈ ડેલા અને કર્મચારીઓએ તેમની સાથેના યાદગાર સંસ્મરણો વાગોળીને ભાર્ગવભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેતનભાઈ દવેએ કર્યું હતું. કચેરીનો સમગ્ર સ્ટાફ આ પ્રસંગે ઉપસ્થિત રહયો હતો.











