કૃષ્ણ ડેરી ફાર્મમાં વિવિધ પ્રકારની આઈસ્ક્રીમ, કોન, ગુલ્ફી લસ્સી, અન્ય ખાદ્ય ચીજોનું કરાતું નિયમ વિરૂધ્ધનું બેફામ વેંચાણ !?

કૃષ્ણ ડેરી ફાર્મમાં વિવિધ પ્રકારની આઈસ્ક્રીમ, કોન, ગુલ્ફી લસ્સી, અન્ય ખાદ્ય ચીજોનું કરાતું નિયમ વિરૂધ્ધનું બેફામ વેંચાણ !?

ગ્રાહકો પાસેથી બમણા ભાવ વસૂલવા પેકિંગમા ઉત્પાદન તારીખ, બેંચ નંબર, એક્સ્પાયરી તારીખ, કિંમત ન દર્શાવાતી હોવાની ચર્ચા

ડેરી માલિકની વાતો ગળે ઉતરે એવી ના હોય, ઘણાં પ્રશ્નોનો ઉદભવ: આરોગ્ય વિભાગ આ બાબતે તટસ્થ તપાસ કરી ત્વરિત દંડનાત્મક કામગીરી કરે એવી લોકમાંગ

રાજકોટમાં સ્વામી નારાયણ ચોક, મવડી ખાતે આવેલ કૃષ્ણ ડેરી ફાર્મમાં વિવિધ પ્રકારની આઈસ્ક્રીમ, કોન, ગુલ્ફી લસ્સી તેમજ વિવિધ પ્રકારની આઈટમોનું વહેંચાણ કરવામાં આવી રહ્યું છે. તેમા ઉત્પાદન તારીખ, બેંચ નંબર, એક્સ્પાયરી તારીખ, કિંમત દર્શાવ્યા વગર મન પડે તેવા ભાવે ગ્રાહકો પાસે ડેરીમા ઉપલ્બ્ધ ચીજ વસ્તુના બમણાભાવ લઈ વસુલ કરવામાં આવી રહ્યાની બૂમ ઉઠી છે. રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચનાઓ અવારનવાર આપવામાં આવતી હોવા છતાં પણ રંગીલા રાજકોટની કહેવાતી કૃષ્ણ ડેરી ફાર્મ દ્વારા લાયસન્સ હોવા ઉપરાંત પણ તેમની ડેરીમાં વિવિધ પ્રકારની આઈસ્ક્રીમ,કોન ગુલ્ફી લસ્સી તેમજ વિવિધ પ્રકારની આઈટમોનું વહેંચાણ કરવામાં આવે છે.

 

તેમા ઉત્પાદન તારીખ, બેંચ નં, એક્સ્પાયરી તારીખ, કિંમત વગર મન પડે તેવા ભાવે પ્રજા પાસે ડેરીમા ઉપલ્બ્ધ ચીજ વસ્તુના બમણાભાવ પણ ગ્રાહકો પાસેથી વસુલ કરવામાં આવે છે. ડેરી માલિકને આ બાબતે પૂછવામાં આવતા એમણે જણાવ્યું હતું કે, એમ પાસે લાયસન્સ તો છે જ.. બસ ટિંગાડવાનું જ બાકી છે.. હવે અમો તમામ આઈટમ નિયમાનુસાર જ વેચીએ છીએ.. ગળે ન ઉતરે એવી ડેરી માલિકની વાતોથી ઘણાં પ્રશ્નો ઉદભવે છે. આરોગ્ય વિભાગ આ બાબતે તટસ્થ તપાસ કરી ત્વરિત દંડનાત્મક કામગીરી કરે એવું લોકો ઈચ્છી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE