જીનીયસ સ્કૂલ દ્વારા વિવિધ વિભાગના વડાઓ માટે લિડરશીપ ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજાયો

નેતૃત્વ કૌશલ્યો, ક્ષમતાઓ અને યોગ્યતાઓના સંવર્ધન માટે જીનીયસ સ્કૂલ દ્વારા વિવિધ વિભાગના વડાઓ માટે લિડરશીપ ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજાયો

જીનિયસ સ્કૂલમાં સંસ્થામાં વિવિધ વિભાગોના વડાઓ માટે નેતૃત્વ કૌશલ્યો, ક્ષમતાઓ અને યોગ્યતાઓના જ્ઞાન સંવર્ધન માટે લિડરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા સ્થાને ગાર્ડી વિદ્યાપીઠના અધ્યયન અને વિકાસ વિભાગના વડા બ્રીજ યાજ્ઞિકને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વક્તા સ્થાને પધારેલા બ્રીજ યાજ્ઞિકે શિક્ષકોને ટીમના પ્રદર્શનને વેગ આપવા માટેની પદ્ધતિઓ, અસરકારક પ્રતિસાદ આપવા અને પ્રાપ્ત કરવા માટેની તકનીકો, સ્થિતિસ્થાપકતા વિકસાવવા અને તેમની ઘણી ભૂમિકાઓનો લાભ લેવા માટેના સાધનો, વિશ્વાસ કેળવવા અને અધિકૃતતા સાથે આગળ વધવા માટેની કુશળતાઓ, ઇક્વિટી વધારવા, વિવિધતાને સક્રિય કરવા અને સર્વસમાવેશક રીતે નેતૃત્વ કરવાની રીતો, લીડર તરીકે અને ટીમ પ્લેયર તરીકે કોણ છે તે અંગે સ્પષ્ટ પરિપ્રેક્ષ્ય મેળવવાની કળા અને ટીમમાં કેવી રીતે વાતચીત કરવી જેવા વિવિધ વિષયો ઉપર દ્રષ્ટાંત સહ સમજાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE