મુંબઇમાં જુહુ બીચ પર મુખ્યમંત્રી શિંદેએ સફાઇ અભિયાન દરમિયાન ટ્રેકટર ચલાવ્યું

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મુંબઈના જુહુ બીચ પર વિશાળ બીચ ક્લીન-અપ ડ્રાઈવ દરમિયાન ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ સી.પી.રાધાકૃષ્ણન અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર હતા. આ કાર્યક્રમનો વીડિયો પણ બહાર આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે ટ્રેક્ટર ચલાવતા જોવા મળી રહ્યા છે.

સીએમ શિંદેએ કહ્યું કે, ‘મહારાષ્ટ્ર પાસે 720 કિમીનો દરિયાકાંઠાનો વિસ્તાર છે અને આપણે તેને સ્વચ્છ રાખવાનો છે. અમે સ્વચ્છતા સેવા દ્વારા આની શરૂઆત કરી છે. સ્વચ્છ ભારત અભિયાનનો ઉલ્લેખ થતાં જ વડાપ્રધાનનું નામ મનમાં આવે છે. હું તેમને યાદ કરૂ છું અને તેમની પ્રેરણાથી આ અભિયાનને સમગ્ર દેશમાં આગળ ધપાવ્યું.

આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરવું જોઈએ, અમે તેના પર પ્રતિબંધ મૂક્યો છે અને ‘એક પેડ મા કે નામ’ અભિયાન દ્વારા પણ અમે આગળ વધી રહ્યા છીએ. મોટા પાયે વૃક્ષો વાવવા પડશે.

સીએમ શિંદેએ તાજેતરમાં કહ્યું હતું કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે નવેમ્બરમાં યોજાશે. સીએમ શિંદેએ એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. મુખ્યમંત્રી શિંદેએ શિવસેનાના ધારાસભ્ય દિલીપ લાંડેના ચાંદીવલી મતવિસ્તારમાં આયોજિત એક કાર્યક્રમમાં પાર્ટી કાર્યકર્તાઓને આ સૂચના આપી હતી.

તેમણે કહ્યું હતું કે, નવેમ્બરમાં બે મહિના પછી વિધાનસભાની ચૂંટણી છે, તેથી અમારે દિલીપ લાંડેની સાથે મજબૂત રીતે ઊભા રહેવું પડશે. પ્રચંડ બહુમતીથી જીતવા માટે આપણે તેને સમર્થન આપવું જોઈએ.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ તાજેતરમાં પાર્ટીના સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને રાજ્ય સરકારની વિકાસ યોજનાઓને લોકો સુધી લઈ જવાનો નિર્દેશ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE