રક્ષક જ ભક્ષક બન્યો: છેડતીનો ભોગ બનેલી મહિલાનો પોલીસ પર બિભત્સ હરકતની સીમા વટાવ્યાનો આરોપ

આ દેશમાં નારી એકેય ખૂણે સલામત નથી. અગાઉ કોલકતામાં મહિલા તબીબ પર ઘાતકીપણે રેપ-મર્ડરની ઘટના બની હતી ત્યારબાદ અયોધ્યામાં રામમંદિરમાં સફાઈ કામ કરતી યુવતી દુષ્કર્મનો શિકાર બન્યાની ખબરો હતી.

હવે ઓરિસ્સામાં જે મહિલા સાથે જંગલીયતની ઘટના બહાર આવી છે તે કમકમાટી ઉપજાવે તેવી છે, અહીં છેડતીનો ભોગ બનેલી મહિલા સાથે રક્ષક કહેવાતો પોલીસ જ ભક્ષક બન્યો છે. મહિલાએ પોલીસ અધિકારી સામે બિભત્સ વર્તનના આરોપો લગાવ્યા છે તે ચોંકાવનારા છે.

બ્રિગેડીયરની પુત્રીએ એવા આરોપ લગાવ્યા છે કે મને બાંધીને પુરૂષ પોલીસ કર્મીએ મારી છાતી પર લાત મારી, મારી સામે તેનુ પેન્ટ ઉતારી બિભત્સતાની તમામ હદો વટાવી દીધી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ભુવનેશ્વરના એક નિવૃત બ્રિગેડીયરની પુત્રી તેના મેજર મંગેતર સાથે પોતાની રેસ્ટોરન્ટ બંધ કરીને ઘર પાછી ફરતી હતી ત્યારે રસ્તા પર કેટલાક બદમાશોએ તેને ઘેરી લીધી હતી અને તેની છેડતી કરી હતી.

જ્યારે મંગેતર મેજરે બદમાશોનો વિરોધ કર્યો તો બદમાશોએ તેને માર માર્યો હતો. યુવતી અને મંગેતર આ મામલે ભરતપુર પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા તો પોલીસે તેમની ફરિયાદ નહોતી નોંધી.

મેજર અને તેની મંગેતરે પોલીસને સવાલો પૂછયા તો પોલીસે તેમને ટોર્ચર કરવાનુ શરૂ કર્યું હતુ. ત્યારબાદ યુવતીએ પોલીસ સામે જે આક્ષેપો લગાવ્યા તે રૂંવાડા ખડા કરી દે તેવા છે. યુવતીએ જણાવ્યુ હતુ કે મહિલા પોલીસે મને પીટવાનુ શરૂ કર્યું હતુ. એક પોલીસવાળીએ મારૂ ગળુ દબાવ્યું તો મેં બચાવમાં તેના હાથમા બટકુ ભરી લીધુ.

ત્યારબાદ તેણે મારી વધુ પીટાઈ કરી. બાદમાં મને એક રૂમમાં બંધ કરી દેવાઈ. બાદમાં એક પુરૂષ પોલીસવાળો આવ્યો અને મારા બધા કપડા ઉતારી નાખ્યા, ત્યાં સુધી કે મારી છાતી પર લાત મારી.

હું દર્દથી ચીસો પાડતી રહી, તેણે મારી પેન્ટ પણ ઉતારી નાખી અને પોતાનુ પેન્ટ ઉતારી મારી સામે બિભત્સ શબ્દો બોલેલા. ચોંકાવનારા આ આક્ષેપો મામલે પોલીસે એવો બચાવ કર્યો છે કે મેજરની મંગેતરે પોલીસ સ્ટેશનમાં પોલીસની પીટાઈ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE