આશા ભોંસલેની તબિયત અચાનક લથડી, મુંબઈની હોસ્પિટલમાં દાખલ

બોલીવુડના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, સિંગરને અચાનક હાર્ટ એટેક આવતા તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી હોસ્પિટલ તરફથી તેમની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી.

ક્યારે બગડી આશા ભોંસલેની તબિયત?

પોતાના અવાજથી લાખો દિલો પર રાજ કરનાર આશા ભોંસલે વિશે આ ચોંકાવનારા સમાચાર આજે, 11 એપ્રિલ 2026 ના રોજ સામે આવ્યા છે. હાર્ટ એટેકને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમાચારની પુષ્ટિ બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડોક્ટર માને દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ સિવાય અન્ય કોઈ વિગત હજુ સુધી બહાર આવી નથી.

હોસ્પિટલની બહાર મીડિયા કર્મીઓ એકઠા થયા છે.પરંતુ પરિવારના સભ્યોએ હજુ સુધી આ બાબતે કોઈ નિવેદન આપ્યું નથી.આ સમાચાર સાંભળીને આશા ભોંસલેના ચાહકો તેમજ બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ પણ ઘણા ચિંતિત જોવા મળી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે આશા ભોંસલે છેલ્લા 70 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે.

આશા ભોંસલેએ ક્યારે ગાયું હતું પ્રથમ ગીત?

આશા ભોંસલેએ વર્ષ 1948 માં પોતાનું પ્રથમ ગીત ગાયું હતું. જેના બોલ હતા ‘સાવન આયા હૈ’. આ ગીતને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. તેમણે અત્યાર સુધીની કારકિર્દીમાં અંદાજે 16,000 થી વધુ ગીતો ગાયા છે.તેમના ગીતો માત્ર હિન્દી જ નહીં, પરંતુ ગુજરાતી, મરાઠી, ભોજપુરી, તમિલ, બંગાળી, પંજાબી, અંગ્રેજી, મલયાલમ અને રશિયન જેવી અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે. એક જમાનામાં આશા ભોંસલેના ગીતો વગર ફિલ્મો અધૂરી ગણાતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE